CM ભુપેન્દ્ર પટેલે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો લોકો માટે ખુલ્લો મુક્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો ૨૦૨૫ પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો ૨૦૨૫ના ઉદ્ઘાટન બાદ મુખ્યપ્રધાન સહિત તમામ ઉપસ્થિત મહેમાનોએ ફ્લાવર શોના વિવિધ આકર્ષણો નિહાળ્યા હતા. આ અવસરે ટ્રી સેન્સસનું લોન્ચિંગ અને મિશન થ્રી મિલિયન ટ્રી કોફી ટેબલ બુકનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ફ્લાવર શો ૨૦૨૫ આ વખત ૬ ઝોનમાં વહેચાયેલો છે. જેમાં કુલ ૧૦ લાખથી વધુ ફૂલ, ૫૦થી વધુ પ્રજાતી તેમજ ૩૦થી વધુ સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે.
ઝોન-૧ માં દેશની વૃદ્ધિ અને વિકાસ પર છે. આ ઝોનમાં ભારતની આર્થિક વૃદ્ધિ, વિકાસ અને હરિયાળા ભવિષ્યને વિભિન્ન પ્રતિમાઓ દ્વારા સિમ્બોલિક રીતે દર્શાવવામાં આવ્યું છે. હાથી, કમળ, વાઇબ્રન્ટ આર્ચીસ, કેનોપી ક્લસ્ટર, કોણાર્ક ચક્ર, સુ-શાસનના ૨૩ વર્ષ, ફાઇટિંગ બુલ્સ અને બાળકો માટે આકર્ષણો આ ઝોનને વધુ સુંદર બનાવે છે.
ઝોન -૨ માં સર્વ સમાવેશીપણું અને સસ્ટેનીબીલિટી પર છે. જેમાં ભારતની વિવિધતામાં એકતાના ભાવને તેમજ વિવિધતા સાથે સસ્ટેનિબિલિટીને પ્રદર્શિત કરતા વિભિન્ન પ્રદર્શનોની સુંદર રજૂઆત કરવામાં આવી છે. વાઘ, મોર, ગ્રેટર ફ્લેમિંગો, કહારી ઊંટ, ઍશિયાટિક સિંહ અને કેન્યોન વોલ આ ઝોનના આકર્ષણનું કેન્દ્ર છે.
ઝોન ૩ માં સસ્ટેનેબલ ભવિષ્ય તરફની પહેલ પર છે. ભારત આજે ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેટ ચેન્જ જેવી વૈશ્વિક સમસ્યાના નિવારણમાં સમગ્ર વિશ્વને નેતૃત્વ પ્રદાન કરી રહ્યું છે ત્યારે તેનું પ્રદર્શન આ ઝોનમાં કરવામાં આવ્યું છે. બટરફ્લાય, સીગલ , મરમેઇડ અને ફ્લાવર ફોલ વોલ્સ આ ઝોનને વિશિષ્ટ બનાવે છે. ત્યારે ઝોન ૪ માં સંસ્કૃતિ અને વારસો જોવા મળશે. ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાનુ સુંદર પ્રદર્શન તેમજ તેમાં ભારતના યોગદાનની વિશિષ્ટ ઝાંખીઓ જોવા મળશે. બૃહદીશ્વર મંદિર, નંદી, માનસ્તંભ, યુનેસ્કો ગ્લોબ અને ગરબા આપણાં સ્વર્ણિમ ઈતિહાસ અને સંસ્કૃતિની પ્રતિકૃતિ કરાવે છે.
ઝોન ૫ માં જેમાં ફ્લાવર વેલી જોવા મળશે. ભારતની પ્રાકૃતિક સુંદરતાને પ્રદર્શન કરતા આ ઝોનમાં હોર્નબિલ અને ફ્લાવર વેલી આના વિશેષ આકર્ષણ છે. ત્યારે ઝોન ૬ માં ભારતના ભવિષ્યનો માર્ગ દર્શાવવામાં આવ્યો છેઃ ભારત આજે વિશ્વગુરુ બનવા તરફ અગ્રેસર છે, ત્યારે જન જનની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે તેમજ વિશ્વનુ નેતૃત્વ કરવા માટે ભારત તૈયાર છે. એવી આશાઓ જગવતું પ્રદર્શન આ ઝોનમાં જોવા મળશે. ઓલિમ્પિક ૨૦૩૬ની યજમાની, ગાંધીજીના ત્રણ વાંદરા, વસુધૈવ કુટુંબકમ – ધ યુનિટી બ્લોસમ, મિશન થ્રી મિલિયન ટ્રીઝ – એક પેડ મા કે નામ, ઉજ્જ્વળ ભવિષ્ય તરફ ઉજ્જવળ ભારતની ભ્રાંતિ કરાવે છે.મૂકવામાં આવ્યો