Last Updated on by Sampurna Samachar
હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં કરી આગાહી જુઓ
મહીસાગર, સાબરકાંઠા,અમદાવાદ, રાજકોટમાં મેઘરાજાનું આગમન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ પણ શરૂ થયો છે.
મહીસાગર, સાબરકાંઠા,અમદાવાદ, રાજકોટના ઉપલેટા સહિતના વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયું હતું. મહિસાગરમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે તો સૌથી વધુ બાલાસિનોરમાં વરસાદ વરસ્યો છે. બાલાસિનોરમાં ૪ કલાકમાં ૪ ઇંચ વરસાદ નોંધોયો છે. લુણાવાડામાં પણ રાત્રે વરસાદે જમાવટ કરી હતી.
ઓગસ્ટના અંતિમ ૨ સપ્તાહ સાવર્ત્રિક સામાન્ય વરસાદની આગાહી
લુણાવાડા શહેરમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. લાંબા વિરામ બાદ મેઘમહેરથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે. સાંબરકાંઠાના પ્રાંતિજમાં સવારથી વરસાદે જમાવટ કરી તો પ્રાંતિજમાં ૨ કલાકમાં સવા એક ઈંચ વરસાદ વરસ્યો હતો. વાત કરીએ તો અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે. નોંઘનિય છે કે લાંબા સમયથી વરસાદે વિરામ લેતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. લાંબા વિરામ બાદ વરસાદની એંટ્રીથી ખેડૂતો ખુશખુશાલ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ દેશભરમાં ઓગસ્ટમાં સામાન્ય વરસાદ રહેશે. ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત,મધ્ય પ્રદેશ, પૂર્વ ગુજરાતમાં સરેરાશ કરતા ઓછો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ઓગસ્ટમાં કચ્છના કેટલાક વિસ્તારમાં સરેરાશ કરતા વધુ વરસાદ વરસી શકે છે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલીમાં સરેરાશથી વધુ વરસાદ થઇ શકે છે. જામનગર, રાજકોટ,મોરબી, જૂનાગઢમાં સરેરાશથી ઓછો વરસાદ વરસી શકે છે. ઓગસ્ટમાં હવામાન વિભાગે સામાન્ય વરસાદનું પૂર્વામાન વ્યક્ત કર્યું છે.
ટૂંકમાં ગુજરાતના કેટલાક જિલ્લામાં સરેરાશથી વધુ તો કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાનું અનુમાન છે. હાલના હવામાનના મોડલને જોતા કહી શકાય કે, ગુજરાતમાં ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદના કોઇ એંધાણ નથી. હવામાન વિભાગે ઓગસ્ટના અંતિમ ૨ સપ્તાહ સાવર્ત્રિક સામાન્ય વરસાદની આગાહી કરી છે.