Last Updated on by Sampurna Samachar
પરીક્ષાના ઉમેદવારો માટે ST વિભાગે કર્યો નિર્ણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ૩ની જગ્યા ઉપર ભરતી કરવા માટે પ્રિલિમરી કસોટીનું આયોજન ૨૨ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ સવારે ૧૧થી ૧ દરમિયાન રાજ્યના ૩૩ જિલ્લાના ૭૫૪ કેન્દ્રો પર કરવામાં આવ્યુ છે. મોટી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા આપવા આવશે. ત્યારે ST નિગમ દ્વારા પણ આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ૨૨ ડિસેમ્બરના આયોજીત પરીક્ષા દરમિયાન નિગમની સર્વિસ સમયસર સંચાલીત થાય તેમજ પરીક્ષાઓના ટ્રાફિકને ધ્યાને લઈ વધારાની એકસ્ટ્રા સર્વિસો સંચાલન કરવા તેમજ માર્ગમાં જે તે સ્ટેન્ડ ઉપરથી મુસાફરોને બસમાં લેકી વખતે પરીક્ષાર્થી અગ્રિમતા આપવા નિગમના તમામ વિભાગ અને ડોપોને ખાસ સુચનાઓ આપેલ છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંડકટર કક્ષાની OMR આધારિત લેખિત પરીક્ષાનુ આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૨૮ ડિસેમ્બર ૨૦૨૪ના દિવસે કરવામાં આવ્યુ છે. ગુજરાતના અલગ અલગ સ્થળોથી કંટકટરની પરિક્ષા આપવા આવતા ફક્ત એસટી અને એસસી ઉમેદવારોને નિગમ દ્વારા રહેઠાણથી પરીક્ષા કેન્દ્ર અને પરિક્ષા કેન્દ્રથી રહેઠાણ સુધી આવવા-જવા માટે એસટી બસમા વિના મુલ્યે મુસાફરીનો લાભ આપવાનો ર્નિણય એસટી નિગમ દ્વારા કરવામાં આવ્યો છે. એસટી નિગમના દ્વારા પોતાના તાબા હેઠળ આવતા તમામ વિભાગો, ડેપો અને સંચાલનમાં રહેલા સ્ટાફને પરીક્ષાના દિવસે ઉમેદવાને કોઈ અગવડતા કે મુશ્કેલીઓ ન થાય તેમજ કોઈ ફરિયાદ ઉપસ્થિત ન થાય તે બાબતે ધ્યાને લઈ તમામ વિભાગોને સુચના આપવામાં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ૩ અને એસટી નિગમ દ્વારા કાંડક્ટરની પરીક્ષા લેવાના છે ત્યારે પરીક્ષા કેન્દ્રની તૈયારી સાથે સાથે પરીક્ષા કેન્દ્ર સુધી સમય સર પહોંચી જાય તે માટેની તૈયારી પણ કરવામાં આવી છે.