Last Updated on by Sampurna Samachar
આ ફેરફારોથી બોર્ડમાં નવી ઊર્જા આવી શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા બોર્ડના કુલ ૧૭૧ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીમાં વૈજ્ઞાનિક અધિકારીઓ, પર્યાવરણ ઈજનેરો સહિતના વિવિધ હોદ્દાના અધિકારીઓનો સમાવેશ થાય છે.
આ બદલીના કારણો હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા નથી. જોકે, આવા ફેરફારો સામાન્ય રીતે કાર્યક્ષમતા વધારવા માટે કરવામાં આવતા હોય છે. આ બદલીથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી પર કેવી અસર પડશે તે જોવું રહ્યું. જોકે, નવા અધિકારીઓના ફેરબદલથી બોર્ડમાં નવી ઉર્જા આવી શકે છે અને પ્રદૂષણ નિયંત્રણના કામમાં વધુ સુધારો થઈ શકે છે.