Last Updated on by Sampurna Samachar
GST ફ્રોડ કેસ અને બનાવટી દસ્તાવેજો બનાવવાના કેસમાં છે જેલમાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
GST ફ્રોડ કેસ તેમજ છેતરપીંડીથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને બનાવટી દસ્તાવેજો બનાવવાના કેસમાં હાલમાં જેલમાં બંધ મહેશ લાંગાએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી તે કોર્ટે ફગાવા દીધી છે.
રાજ્ય સરકારે અગાઉ એવી દલીલ કરી હતી કે લાંગા પ્રભાવશાળી વ્યક્તિ છે અને તેમની ગુપ્ત સરકારી દસ્તાવેજો ચોરવાના કેસમાં પણ એજ FIR થઇ છે તેમ કહેતા કોર્ટે અગાઉ આ અંગેનો ચૂકાદો ૨૮ જાન્યુઆરીએ અનામમત રાખ્યો હતો. આમ રાજ્યએ તેમના પ્રભાવ અને આરોપોના સ્વરૂપને ધ્યાનમાં રાખીને કોર્ટને વિનંતી કરી કે વિગતવાર તપાસ જરૂરી છે. તેમણે છેલ્લે દલીલ કરી હતી કે લાંગા એક પત્રકાર છે, વેપારી કે ભાગીદાર નથી જે “અલગ વર્ગ” છે, અને તેથી કોર્ટ સમક્ષ હાજર અન્ય અરજદારોની તુલનામાં લંગાની અરજી પર અલગ વિચારણાની જરૂર છે.
દરમિયાન લાંગાના વકીલે દલીલ કરી હતી કે ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) ના સરકારી દસ્તાવેજો સાથે જોડાયેલી ફરિયાદ અમદાવાદ DCB ક્રાઇમ દ્વારા તેમના ઘરેથી મળી આવી હતી. તેમજ જણાવ્યું હતુ કે તે દસ્તાવેજે તેમને “જામનગરમાં બંદર સ્થાપિત કરવાની પરવાનગી માંગતી એસ્સાર કંપની અને અદાણી લિમિટેડ દ્વારા પૂરા પાડવામાં આવ્યા હતા”.