આ ર્નિણય લેતા પહેલા ગૃહ વિભાગ દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. જેમાં એકાએક ૨૦ જેટલા ધારાસભ્યોની સુરક્ષાને પરત ખેંચી લેવામાં આવી છે. સમગ્ર મામલે ગૃહ વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં ધારાસભ્યોની સુરક્ષા પરત લેવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે કોઈપણ વ્યક્તિને સુરક્ષા આપ્યા બાદ તેની ૩ અને ૬ મહિને સમીક્ષા કરવામાં આવતી હોય છે. જેમાં ગૃહ વિભાગ અને પોલીસ અને આઈબીના અધિકારીઓ આ સમીક્ષા કરવામાં આવતી હોય છે.
ગૃહ વિભાગ દ્વારા કુલ ૨૦ જેટલા ધારાસભ્યોની સુરક્ષાને હટાવી દેવામાં આવી છે. જેમાં આ ર્નિણય લેતા પહેલા ગૃહ વિભાગ દ્વારા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે ગૃહ વિભાગ, પોલીસ અને IB ના અધિકારીઓ દ્વારા જે પણ વ્યક્તિને સુરક્ષા આપવામાં આવી હોય તેની દર ૩ થી ૬ મહિને સમીક્ષા થતી હોય છે. જેથી ગૃહ વિભાગ દ્વારા સમીક્ષા બેઠક બાદ આ મોટો ર્નિણય લેવામાં આવ્યો છે.