Last Updated on by Sampurna Samachar
હવે રોજગારીની તકોનુ સર્જન થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિને ગતિશીલ બનાવીને વધુને વધુ પ્રવાસીઓને આકર્ષિત કરવા પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોની સુધારણાના અભિગમ સાથે રાજ્યના ૪૪ પ્રવાસન સ્થળોને જોડતા રાજ્ય અને પંચાયત હસ્તકના કુલ ૫૮ હયાત માર્ગોના અપગ્રેડેશન, વાઈડનિંગ અને સ્ટ્રેન્ધનિંગના કામો માટે ૨૨૬૮.૯૩ કરોડ મંજૂર કર્યા છે.
આ મહત્વપૂર્ણ ર્નિણયને પગલે ટુરીઝમ ઇન્ડસ્ટ્રીને બુસ્ટ મળશે અને ‘વોકલ ફોર લોકલ’ ધ્યેય અંતર્ગત સ્થાનિક હસ્તકલા કારીગરીના અને ગૃહ ઉત્પાદનોના વેચાણમાં વૃદ્ધિ થવાથી જે તે વિસ્તારના લોકોનું જીવન ધોરણ સુધરશે.
રાજ્યના મહત્વના પ્રવાસન સ્થળોને જોડતા રસ્તાઓની સર્કિટના વિકાસ દ્વારા આવા પ્રવાસન સ્થળોની કનેક્ટિવિટી અને સુલભતા વધારવાનો અભિગમ પણ રાખ્યો છે. ૫૮ માર્ગોની સુધારણાથી આ અભિગમને વેગ મળવા સાથે પ્રવાસીઓને સારો અને વધુ કાર્યક્ષમ રોડ નેટવર્ક મળશે. જેના લીધે મુસાફરોની સમય અને ખર્ચ ઘટશે. આ સાથે સાથે કનેક્ટિવિટી વધવાથી પ્રવાસન સ્થળોની આસપાસના વિસ્તારના લોકો માટે નવી રોજગારની તકોનું સર્જન થશે અને આર્થિક વિકાસ થશે.
રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્તરોત્તર સંગીન બનાવીને નાગરિકો તથા ઉદ્યોગ-વ્યાપારને ‘ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન’ આપવાના ધ્યેય સાથે રાજ્યમાં ફોરલેન માર્ગોની સાપેક્ષમાં જે હયાત પુલો અને સ્ટ્રકચર્સ સાંકડા છે તેને પહોળા કરવાના ૧૧ કામો માટે ૪૬૭.૫૦ કરોડ ફાળવવાની મંજૂરી આપી છે.
આ ઉપરાંત અન્ય એક મહત્વપૂર્ણ ર્નિણય લઈને ઔદ્યોગિક અને ક્વોરી વિસ્તારોને જોડતા ૨૯ રસ્તાઓના મજબૂતીકરણ, વિસ્તૃતિકરણ અને કાચા માર્ગોથી પાકા માર્ગો બનાવવા રૂ . ૧૮૯.૯૦ કરોડ મંજૂર કર્યા છે. આ ર્નિણયને પરિણામે ક્વોરી મટિરિયલ્સનું પરિવહન સરળ બનશે તેમજ ગ્રામ્ય નાગરિકોને સલામત માર્ગ સુવિધા મળતી થશે. એટલું જ નહીં, ભવિષ્યમાં ઔદ્યોગિક અને ખાણ ખનીજ ક્ષેત્રને લગતા ભારે વાહન વ્યવહારને સારી સુવિધા મળતાં લોજિસ્ટિક્સ યાતાયાત ઝડપી અને સરળ બનતા આ વિસ્તારોના સર્વગ્રાહી વિકાસમાં મોટું બળ મળશે.