‘વન નેશન – વન ઈલેક્શન’ બિલને મોદી કેબિનેટની મંજૂરી
આ બિલ આવતા સપ્તાહે સંસદમાં રજૂ થઇ શકે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રીય કેબિનેટે ‘વન નેશન-વન ઈલેક્શન’ના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સૂત્રો મૂજબ આ બિલ આવતા સપ્તાહે સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. સરકાર આ બિલ પર સર્વસંમતિ બનાવવા માંગે છે, તેથી આ બિલને સંસદમાંથી સંયુક્ત સંસદીય સમિતિને ચર્ચા માટે મોકલવામાં આવશે. JPC ‘વન નેશન-વન ઈલેક્શન’ના બિલ પર તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરશે. જો આવું થયું તો ગુજરાતમાં ચૂંટણી વહેલી થવાના શક્યતા છે. કેન્દ્રીય કેબિનેટે અગાઉ સપ્ટેમ્બરમાં ‘વન નેશન-વન ઈલેક્શન’ના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, ‘પ્રથમ તબક્કામાં વિધાનસભા અને લોકસભા ચૂંટણી એકસાથે યોજાશે. આ પછી ૧૦૦ દિવસમાં બીજા તબક્કામાં નાગરિક ચૂંટણીઓ યોજાશે.’
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં ‘વન નેશન-વન ઈલેક્શન’ પર વિચાર કરવા માટે ૨ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ એક પેનલની રચના કરવામાં આવી હતી. આ પેનલે હિતધારકો-નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ અને ૧૯૧ દિવસના સંશોધન બાદ ૧૪ માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ‘વન નેશન-વન ઈલેક્શન’ નો રિપોર્ટ સોંપ્યો હતો.‘વન નેશન-વન ઈલેક્શન’ કમિટીના રિપોર્ટ અનુસાર, ‘વન નેશન-વન ઈલેક્શન’ લાગુ કરવા માટે અનેક રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ ઘટાડવામાં આવશે. જે રાજ્યોમાં ૨૦૨૩ના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યાં તેમનો કાર્યકાળ લંબાવી શકાય છે. જો તમામ પક્ષો લો કમિશનની દરખાસ્ત સાથે સહમત થશે તો તેને ૨૦૨૯ થી જ લાગુ કરવામાં આવશે. આ માટે ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં ૨૫ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજવી જોઈશે.વન નેશન-વન ઈલેક્શન‘ કમિટિના ૫ મુખ્ય સૂચનો
૧ ભારતની આગામી લોકસભા ચૂંટણી એટલે કે ૨૦૨૯ સુધી તમામ રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ લંબાવવો જાેઈશે.
૨ દેશની ત્રિશંકુ વિધાનસભા (કોઈની પાસે બહુમતી નથી તેવી) અને અવિશ્વાસની દરખાસ્તના કિસ્સામાં બાકીની ૫-વર્ષની મુદત માટે નવી ચૂંટણીઓ યોજવામાં આવી શકાય છે.
૩ દેશમાં પહેલા તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થઈ શકે છે, ત્યારબાદ બીજા તબક્કામાં ૧૦૦ દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી થઈ શકે છે.
૪ ચૂંટણી પંચ લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી સત્તાવાળાઓ સાથે પરામર્શ કરીને એક જ મતદાર યાદી અને મતદાર ઓળખ કાર્ડ તૈયાર કરાવે તો.
૫ કોવિંદ પેનલે એકસાથે ચૂંટણી યોજવા માટે સાધનો, માનવબળ અને સુરક્ષા દળોના આગોતરા આયોજનની ભલામણ કરી છે.મતદાન નવેમ્બર ૨૦૨૫માં પ્રથમ તબક્કોઃ ૬ રાજ્ય,બિહાર વર્તમાન કાર્યકાળ પૂર્ણ થશે. બાદમાં માત્ર સાડાત્રણ વર્ષ ચાલશે.
આસામ, કેરળ, તામિલનાડ, પ. બંગાળ અને પુડુચેરીના વર્તમાન કાર્યકાળમાં ૩ વર્ષ અને ૭ મહિનાનો ઘટાડો થશે. એ પછીનો કાર્યકાળ પણ સાડાત્રણ વર્ષનો રહેશે.મતદાન ડિસેમ્બર ૨૦૨૬માં બીજાે તબક્કોઃ ૧૧ રાજ્ય,ઉત્તરપ્રદેશ, ગોવા, મણિપુર, પંજાબ અને ઉત્તરાખંડ વર્તમાન કાર્યકાળમાં ૩થી ૫ મહિનાનો ઘટાડો થશે. એ પછી એ અઢી વર્ષ થશે.ગુજરાત, કર્ણાટક, હિમાચલ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરામાં હાલ કાર્યકાળ ૧૩થી ૧૭ મહિના ઘટશે. પછી સવા બે વર્ષનો રહેશે.”વન નેશન-વન ઈલેક્શન” એટલે શું?
વર્તમાંનમાં ભારતમાં રાજ્યની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. જેમ કે ‘વન નેશન-વન ઈલેક્શન’નો મતલબ એ છે કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થાય. ‘વન નેશન-વન ઈલેક્શન’ એટલે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે, એક જ સમયે અથવા તબક્કાવાર મતદાન કરે તે.
ભારતમાં આઝાદી પછી, ઈ.સ. ૧૯૫૨, ૧૯૫૭, ૧૯૬૨ અને ૧૯૬૭ માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી, પરંતુ ૧૯૬૮ અને ૧૯૬૯ માં ઘણી વિધાનસભાઓ સમય પહેલા વિસર્જન કરવામાં આવી હતી. ત્યારબાદ ૧૯૭૦માં લોકસભા પણ ભંગ કરવામાં આવી હતી. જેના કારણે ‘વન નેશન-વન ઈલેક્શન’ની પરંપરા તૂટી ગઈ હતી.