Last Updated on by Sampurna Samachar
સમિતિના સભ્યોની નિમણૂક કરવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની રચના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-૧૯૭૨ ની કલમ-૩ હેઠળ કરવામાં આવ્યો છે. આ અધિનિયમની જોગવાઈઓના અસરકારક અમલીકરણ માટે કલમ-૫૩ હેઠળ ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪ ઘડવામાં આવ્યો હતો.
તેમાં જરૂર જણાયે વખતો-વખત સુધારો પણ કરવામાં આવ્યો હતો. તેમા છતાં ઘણીબધી જોગવાઈઓની સ્પષ્ટતા ન હોવાના કારણે નામદાર હાઈકોર્ટ તેમજ ટ્રીબ્યુનલમાં સરકાર પક્ષે બચાવની યોગ્ય કાર્યવાહી થઈ શકતી નથી તેમજ બિનજરૂરી ગૂંચવણ ઉભી થતી હતી. આ ગૂંચવણના કારણે કેસનો સમયસર નિકાલ નહતો થતો અને સરકાર પક્ષે નાણાંકીય ભારણ વધતું. જેથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમોમાં સુધારો કરવા માટે સમિતિની રચના કરવાની જરૂરત જણાઈ છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪માં સુધારો કરવા માટે અધ્યક્ષ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ સ્થાને નીચે મુજબના સમિતિના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.
સમિતિની કાર્ય સંબંધિત શરતોઃ
- સમિતિનું મુખ્ય મથક ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા અધ્યક્ષ નક્કી કરે તે મુજબનું રહેશે.
- સમિતિની બેઠકનું આયોજન દર ૧૪ દિવસે કરવાનું રહેશે.
- સમિતિએ તેનો અહેવાલ ત્રણ માસના સમયગાળા સુધીમાં સરકારને રજૂ કરવાનો રહેશે.
- સમિતિ ઈચ્છા અનુસાર અથવા જરૂર જણાયે આમંત્રિત સભ્યોને બોલાવી શકશે અને આમંત્રિત સભ્યોના અભિપ્રાય લઈ શકાશે.