Last Updated on by Sampurna Samachar
વર્ષ ૨૦૧૭, ૨૦૨૧ અને ૨૦૨૨ની બેચના ૩૭ અધિકારીઓને પોસ્ટીંગ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા સીધી ભરતીના નાયબ પોલીસ અધિક્ષક DySP (બિનહથિયારી), વર્ગ-૧ ને પોસ્ટિંગ ઓર્ડર આપ્યા છે. DySP (બિનહથિયારી), સંવર્ગમાં અજમાયશી ધોરણે નિમણૂક પામેલા વર્ષ ૨૦૧૭, ૨૦૨૧ અને ૨૦૨૨ની બેચના ૩૭ અધિકારીઓને પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. જેમાં અજમાયશી અધિકારીઓની તાલીમનો સમયગાળો પૂર્ણ થયો હોય અને નાયબ પોલીસ અધિક્ષક (બિનહથિયારી), વર્ગ- તરીકે રાજ્યના અલગ અલગ જિલ્લા – શહેર વિસ્તારમાં નિમણૂક આપવામાં આવે છે. ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલા આદેશમાં સૌથી વધુ નાયબ પોલીસ અધિક્ષક, એસ.સી./એસ.ટી. સેલ અને નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક ખાતે પોસ્ટિંગ આપવામાં આવ્યા છે.
રાજ્યમાં જિલ્લામાં પોલીસ વિભાગમાં ઘણા સમયથી એસ.સી./એસ.ટી સેલમાં જગ્યાઓ ખાલી હતી અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવી ન હતી. પરંતુ રાજ્યમાં નવી ભરતીમાં નિયુક્ત થયેલા અધિકારીઓને આ જગ્યાઓ પર પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. કુલ ૩૭ અધિકારીઓમાંથી ૨૫ પુરુષ અધિકારીઓ અને ૧૨ મહિલા અધિકારીઓ હવે DySP તરીકે ફરજ પર બજાવશે. હુકમ પ્રમાણે આ અજમાયશી અધિકારીઓ પૈકી જે અધિકારીઓની તાલીમ હાલ ચાલુ છે તેવા અધિકારીઓને તાલીમ પૂર્ણ થયા બાદ આદેશ મુજબની જગ્યા પર હાજર થવા છૂટા કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય અધિકારીઓને નવી જગ્યાએ હાજર થવા તાત્કાલિક અસરથી છુટા કરવાના રહેશે.