ગુજરાતમાં આમ બે બાળકીઓના અચાનક મોતથી ચકચાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમા અજીબોગરીબ ઘટના બની રહી છે. હજી બે દિવસ પહેલા જ અમદાવાદમાં ધોરણ-૩ ની બાળકીનું કાર્ડિયાક એરેસ્ટથી મોત નિપજ્યું હતું. ત્યારે હવે સુરતના પલસાણાના તાતીથૈયામાં વધુ એક બાળકીનું મોત નિપજ્યું છે. ૯ વર્ષીય બાળકી જમવા બેઠી હતી તે સમયે તેનો જીવ ગયો. જોકે, બાળકીના પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.
રાજ્યમાં વધુ એક બાળકી મોતને ભેટી છે. જેમાં મળતી માહિતી મુજબ નવ વર્ષેની બાળકી જમવા બેઠી હતી, તે સમય દરમિયાન જમતા જમતા બાળકી જમીન ઉપર ઢળી પડી હતી અને ૯ વર્ષીય રિયા પાસવાનનું મોત નિપજ્યું હતું. પીએમ રિપોર્ટ બાદ બાકીના મોત અંગે સાચું કારણ બહાર આવશે. હાલ તો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં વધુ એક બાળકીનું મોત નિપજ્યું છે. મૂળ મધ્યપ્રદેશના અને હાલમાં પલસાણાના તાતીથૈયા ખાતે વીકે પાર્ક સોસાયટીમાં આ રહેતા પરિવારમાં આ ઘટના બની હતી. મુકેશ પાસવાન મૂળ મધ્યપ્રદેશના વતની છે. તેઓ પોતાની પત્ની અને પરિવાર સાથે રહી ગુજરાન ચલાવે છે.
રાત્રિ દરમિયાન તેઓ પરિવાર સાથે જમવા બેઠા હતા તે સમય દરમિયાન તેમની દીકરી એ રિયા પાસવાન પણ જમી રહી હતી. ત્યારે નવ વર્ષની દીકરી જમીન ઉપર ઢળી પડી હતી. જમીન પર ઢળી પડતા બાળકીને સારવાર અર્થે નજીકની સંજીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.
એકાએક બનેલી ઘટનાને પગલે પરિવાર પણ શોકમાં મુકાયો છે. કારણ કે બાળકી પાંચ મહિના પહેલા જ પોતાના વતનથી અહીં રહેવા માટે લાવ્યા હતા. બાળકીના પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બાદ બહાર આવશે. ત્યારે રાજ્યમાં વધુ એક બાળકીની મોતને પગલે લોકો પણ ચિંતિત બન્યા છે. પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.