Last Updated on by Sampurna Samachar
જાણીતા પરશુરામ દયારામ જ્વેલર્સના શો-રૂમ પર તપાસ
હિસાબી દસ્તાવેજોની તપાસ કરવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગીર સોમનાથના વેરાવળ શહેરમાં GST વિભાગ દ્વારા સોના-ચાંદીના મોટા વેપારીઓ પર તવાઈ બોલાવવામાં આવી હતી. સેન્ટ્રલ GST જૂનાગઢ ડિવિઝનની ટીમોએ વેરાવળના નામાંકિત જ્વેલર્સના શો-રૂમ અને પેઢીઓ પર એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું .

શહેરના જાણીતા પરશુરામ દયારામ જ્વેલર્સના શો-રૂમ પર અધિકારીઓ દ્વારા હિસાબી દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, શાહ નગીનદાસ ભગવાનદાસની બે અલગ-અલગ પેઢીઓ પર પણ દરોડા પાડવામાં આવતા સમગ્ર વેપારી આલમમાં ફફડાટ ફેલાયો છે.
અધિકારીઓ દ્વારા વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરાયા
આ દરોડા દરમિયાન GST વિભાગની ટીમ દ્વારા સોના-ચાંદીના સ્ટોક, ખરીદ-વેચાણના બિલો અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનની જીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. લાંબા સમયથી ચાલી રહેલા શંકાસ્પદ આર્થિક વ્યવહારો અને ટેક્સ ચોરીની બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું મનાય છે.
વેરાવળના મુખ્ય બજારમાં આવેલા આ શો-રૂમ્સ પર પોલીસ બંદોબસ્ત સાથે ચાલી રહેલી આ તપાસમાં મોટા પાયે કરચોરી પકડાય તેવી પૂરેપૂરી શક્યતા છે. અત્યારે અધિકારીઓ દ્વારા વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.