આ નવી બસનું ઓનલાઇન બુકિંગ એસ.ટી નિગમની વેબસાઈટ પર કરાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતના શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા ર્નિણય લેવામાં આવ્યો છે. ૪ ફેબ્રુઆરી થી ૫ નવી બસો શરૂ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, વડોદરા અને રાજકોટથી ૧ થી વધુ, સુરતથી ૨ બસો શરૂ કરવામાં આવશે. આ બસોનું ઓનલાઇન બુકિંગ એસ.ટી નિગમની વેબસાઇટ પરથી કરી શકાશે.
સુરત તથા રાજકોટ ખાતેથી શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા બારણ ખાતે કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને વડોદરા ખાતેથી શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા શિવપુરી ખાતે કરવામાં આવી છે.
શરુ થનાર નવીન તમામ ૫ બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે. પ્રતિ વ્યક્તિ પેકેજ, અમદાવાદથી રૂ. ૭૮૦૦, સુરતથી ૮૩૦૦, વડોદરાથી ૮૨૦૦ તથા રાજકોટથી ૮૮૦૦ નક્કી કરવામાં આવ્યું છે. આ નવી બસનું ઓનલાઇન બુકિંગ એસ.ટી નિગમની વેબસાઈટ પરથી થઇ શકશે.