Last Updated on by Sampurna Samachar
ઈન્દોરની સુષ્મા મોઘેએ કિસ્સો પ્રકાશમાં આવ્યો
તેમનું આ સફર એટલી આસાન પણ નહોતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોઇ વસ્તુ શીખવાની કોઇ ઉંમર હોતી નથી , જ્યાં હિમ્મત અને જુસ્સો હોય તો હિમાલય પણ ચડવામાં નાનો લાગે. આવો જ એક કિસ્સો ઇન્દોરથી પ્રકાશમાં આવ્યો છે. ઈન્દોરની સુષ્મા મોઘેએ ૭૮ વર્ષની ઉંમરમાં MA કરી દેવી અહિલ્યા યુનિવર્સિટીમાં ટોપ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તેમનો આ કીર્તિમાન યુવાનો માટે પ્રેરણારૂપ છે. તેમને શરૂઆતથી ભણવામાં શોખ હતો. આ જ કારણ છે કે જેવું યુનિવર્સિટીએ ઉંમરની મર્યાદા હટાવી તો તેમણે ખુદ એડમિશન લીધું. જોકે તેમનું આ સફર એટલી આસાન પણ નહોતી.

સુષ્મા મોઘેએ જણાવ્યું કે, તેમને શરૂઆતથી ભણવામાં ખૂબ રસ હતો. એ પણ હિન્દી પુસ્તકોનું મરાઠી અનુવાદ કરે છે. અત્યાર સુધીમાં તેમની કેટલીય બુક છપાઈ ચૂકી છે. ત્રણ બુક હાલમાં તેઓ લખી રહ્યા છે. તેઓ કેન્દ્રીય વિદ્યાલયમાં મ્યૂઝિકના અધ્યાપિકાથી સન ૨૦૦૦માં રિટાયર થયા હતા. ત્યાર બાદથી સતત તેઓ અધ્યયનનું કામ કરી રહ્યા છે. તેમણે કેમિસ્ટ્રીમાં માસ્ટર્સ પણ કર્યું છે.
લોકોને ભણવા માટે પ્રેરણા પણ આપે છે દાદી
જ્યારે તેમને ખબર પડી કે એડમિશન લઈને તેઓ પણ ભણી શકે છે તો તેમણે પોતાના પરિવારની મદદથી ઓનલાઈન ફોર્મ ભર્યું. પરીક્ષા માટે આટલો લાંબો સમય બેસીને લખવું તેમના માટે મુશ્કેલ હતું એટલા માટે તેમણે કેટલાય દિવસ સુધી બેસી અને લખવાનો અભ્યાસ કર્યો.
પરીક્ષા દરમ્યાન તેમની તબિયત પણ ખરાબ થઈ જતી હતી. જેનાથી તેમણે ૩ કલાકનું પેપર ૨ કલાકમાં જ પૂરું કરી નાખતા, છતાં પણ તેઓ હિમ્મત હાર્યા નહીં. આ દરમ્યાન તેમના પરિવાર અને કોલેજના સાથીઓએ તેમનું ખૂબ ધ્યાન રાખ્યું અને મદદ પણ કરી. અભ્યાસ દરમ્યાન ઓનલાઈન પૌત્ર, બહેનો અને વહુની મદદ લેતા હતા.
મરાઠી ભાષી પરિવાર સાથે સંબંધ રાખનારા સુષમા મોઘે હંમેશાથી મરાઠી કવિતાઓ અને લેખકો તરફ તેમનો ઝુકાવ રહ્યો છે. તેમણે એમએ દરમ્યાન જ્ઞાનેશ્વરી, તુકારામ ગાથા અને આધુનિક મરાઠી સાહિત્યનું ઊંડાણપૂર્વક અધ્યયન કર્યું. જલતરંગ, ૯૯ કા ફેર, આઈલેખ વગેરે બુકનો તેઓ અનુવાદ કરી ચૂક્યા છે. સુષમા મોઘેનું કહેવું છે કે શીખવાની કોઈ ઉંમર હોતી નથી. જે પણ વિષયમાં લોકોને રસ હોય છે, તે ભણી શકે છે. તેઓ આજુબાજુના લોકોને ભણવા માટે પ્રેરણા પણ આપે છે.