Last Updated on by Sampurna Samachar
આરોપીએ પોલીસને ગૂમરાહ કરવા નવા નવા પેંતરા કર્યા
પોલીસે મુખ્ય આરોપી સિરનામ સિંહની ધરપકડ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્ય પ્રદેશના મુરૈનામાં ૧૯ વર્ષિય મલિશ્કા કડેરાની હત્યા મામલામાં નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસની પૂછપરછમાં ખુલાસો થયો છે કે મલિશ્કાની હત્યા કોઈ અન્ય નહીં પણ તેના દાદાએ જ કરી હતી. હત્યાનું મુખ્ય કારણ હતું કે તે કોઈ અન્ય યુવકને પ્રેમ કરતી હતી. તેની સાથે જ લગ્ન કરવા માંગતી હતી. આ વાતને લઈને તેના પરિવારે હત્યા કરી નાખી દીધી હતી.

સુત્રોથી મળતી માહિતી અનુસાર ભાગચીની વિસ્તારના બદરપુર ગામમાં ૧૯ વર્ષિય મલિશ્કાની ગોળી મારીને હત્યા કરવાનો મામલામાં પોલીસને હવે મોટો પુરાવો હાથ લાગ્યો છે. મલિશ્કા સંબંધમાં તેના મામા સૂરજને પ્રેમ કરતી હતી. ત્રણ વર્ષથી બંને એકબીજાના ટચમાં હતા. ઘટનાથી પહેલા ૧૭ દિવસ સુધી સતત તે સૂરજ સાથે વાત કરતી રહેતી.
સમગ્ર મામલામાં સગીરાના માતા-પિતા ભયભીત
તપાસમાં સામે આવ્યું કે, મલિશ્કાએ પોતાના ફોનમાં સૂરજનો નંબર પતિદેવના નામથી સેવ કર્યો હતો. પોલીસે મુખ્ય આરોપી સિરનામ સિંહની ધરપકડ કરી છે અને અન્ય લોકો સાથે પણ પૂછપરછ ચાલી રહી છે. હત્યાનો પ્લાન કંઈક એ રીતે બનાવ્યો હતો કે, મલિશ્કા પોતાના માતા-પિતાના એક સંબંધીને ત્યાંથી પરત ફરી રહી હતી. રાતના ૯.૩૦ વાગ્યે ગામની બહાર ગોળી મારી દીધી. તેને ત્રણ ગોળી મારી હતી. મલિશ્કાના સગા દાદા સરનામ સિંહ અને અન્ય એક સાથીએ મળીને તેને ગોળી મારી દીધી.
જ્યાં પોલીસને ગુમરાહ કરવા માટે સિરનામ સિંહ પોતાના ગામના બે લોકોના નામ લેતો રહ્યો. તે વારંવાર કહેતો કે નરેશના દીકરા સૌરભ સાથે તેની પૌત્રીને પ્રેમ પ્રસંગ હતો. બદનામીના ડરથી નરેશે તેની હત્યા કરી છે. ૧૭ જૂને પોલીસે નરેશ ત્યાગીની પત્ની કલાવતીને પોલીસ સ્ટેશને લાવી અને પૂછપરછ કરી. પોલીસને સમજવામાં વાર ન લાગી રે સિરનામ સિંહ ખોટું બોલી રહ્યો છે. પોલીસે સૌરભ અને તેના દીકરાના મોબાઈલની સીડીઆર કાઢી પણ કંઈ ખાસ મળ્યું નહીં.
મલિશ્કા કડેરાના પિતા લાખન સિંહે દીકરીની હત્યાને લઈને પોલીસને સાચી વાત જણાવી નહીં. સિરનામે પોલીસ સામે ખોટી કહાનીઓ બનાવી. પોલીસે મલિશ્કાની ભાભી રેખાને જૌરાથી અટકાયત કરી પૂછપરછ કરી. મલિશ્કાની કાકી અને મા સાથે કડકાઈથી પૂછપરછ કરી તો સામે આવ્યું કે, મલિશ્કાને સૂરજ સાથે અફેર હતું.
પ્રેમ પ્રસંગના કારણે તેના દાદા સિરનામ સિંહ વિરોધ કરતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, મલિશ્કાના માતા-પિતા સૂરજ સાથે દીકરીના લગ્ન કરાવવા માટે રાજી થઈ ગયા હતા, જ્યારે દાદા સિરનામ સિંહ આ સંબંધની વિરુદ્ધમાં હતા. સિરનામ સમાજમાં બદનામીના ડરથી મલિશ્કાને મારી નાખી.
મલિશ્કા પોતાના પિતા લાખન સિંહ અને મા સુઆબાઈ સાથે બાલેરા ગામ સંબંધીને ત્યાં ગયા હતા. રાતના ૯.૩૦ વાગ્યે જ્યારે તેઓ બદરપુરા ચોક નજીક પહોંચ્યા તો દાદા સિરનામ સિંહ બાઈક લઈને સામે આવી ગયા. તેમણે મલિશ્કા પર ગોળી ચલાવી દીધી. આખી ઘટનામાં છોકરીના માતા-પિતા ડરેલા હતા.