Last Updated on by Sampurna Samachar
GPSC ની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે મહત્વની જાહેરાત GPSC ના ચેરમેન દ્વારા કરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે GPSC ના ચેરમેન હસમુખ દ્વારા સ્પર્ધાત્મક તૈયારીઓ કરતા ઉમેદવારો માટે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. GPSC ની ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વનો ર્નિણય લેવાયો છે. હવે કોલેજ કે સમકક્ષ સંસ્થાના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારોને તક મળશે. બોર્ડની મિટિંગમાં આ મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન ઉમેદવારો તેમજ પરીક્ષકોને સરળતા રહે તે માટે મહત્ત્વના ત્રણ ર્નિણય લીધા છે.
આ ર્નિણયો વિશે ખુદ આયોગના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી માહિતી આપી છે. પ્રથમ ર્નિણય એ છે કે અનુભવ જરી ન હોય તેવી ભરતીમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી વિધાર્થિનીઓ અરજી કરી શકશે. છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પણ અરજી કરી શકે તેવી રજૂઆતને પગલે અનુભવ સિવાયની તમામ ભરતીમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો અરજી કરી શકે તથા કેટેગરીનું પ્રમાણપત્ર ન હોય તેવા લોકો પણ કેટેગરીમાં અરજી કરી શકે તેવો ર્નિણય આયોગે લીધેલ છે.
GPSC ના ચેરમેન હસમુખ પટેલે મીડિયા સંબોધનમાં મહત્વની જાહેરાત કરતા કહ્યું કે, અનુભવની જરૂર ન હોય તેવી ભરતીમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારોને તક મળશે. લેક્ચરર ફિઝીયોથેરાપીની ચાલુ ભરતીમાં રજૂઆત બાદ ર્નિણય લેવાયો છે. છેલ્લા વર્ષની વિદ્યાર્થીનીઓએ રજૂઆત કરી હતી કે તેમને તક આપવામાં આવે.
ફિઝીયોથેરાપીની અંતિમ વર્ષની વિદ્યાર્થીનીઓને પણ તક આપવાનો ર્નિણય લેવાયો છે. આયોગની ભરતીમાં અનુભવની જરૂર ન હોય તો કોલેજમાં અંતિમ પરિક્ષામાં અભ્યાસ કરતા ઉમેદવારોને પરીક્ષા આપવાની તક મળશે. આ સાથે જ તજજ્ઞોની ફી બમણી કરવાનો ર્નિણય પણ લેવાયો છે. GPSC માં પેપર સેટ કરતા તજજ્ઞોની ફી બમણી કરવામાં આવશે.
પરીક્ષાની દ્રષ્ટીએ ઉમેદવારોના ફાયદાની સાથે પરીક્ષકના મહેનતાણામાં વધારો કરવાની જાહેરાત કરી છે. જેમાં તેમણે આયોગમાં પરીક્ષા આપવા આવનારા ઉમેદવારો ભૂખ્યા ન રહે તે બાબતનું ધ્યાન રાખીને મહત્વની જાહેરાત કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આસિસ્ટન્ટ મેનેજર અનિલ અને નાગરિક પુરવઠાની ભરતી પરીક્ષામાં આન્સર કીમાં ભૂલો જણાઈ છે. આસિસ્ટન્ટ મેનેજરની ભરતી સંદર્ભે ઓબ્જેક્શન સિસ્ટમ હાલ હોલ્ડ પર મૂકાઈ છે. આસિસ્ટન્ટ મેનેજરની ભરતીની પરીક્ષામાં ઓબ્જેક્શન સિસ્ટમ હાલ લાગુ કરવામાં નહીં આવે. તજજ્ઞો પર આધાર રાખવાના કારણે આ ભૂલ થઈ છે.
તજજ્ઞનો ઉપયોગ કરવાની નથી તેવો ર્નિણય કર્યો છે. નવી આન્સર કી મુકવાનો ર્નિણય કર્યો છે, અને આ માટે તજજ્ઞને સમય આપ્યો છે. ખરાઈ કરીને ઝડપથી નવી આન્સર કી મુકવામાં આવશે. ઓબ્જેક્શન માટે ફી બાબતે નો ર્નિણય યથાવત રહેશે. ઓબ્જેક્શન માટે ફી લેવામાં આવશે તેના પર અમે ર્નિણય યથાવત રાખ્યો છે. લાયકાતવાળા વિદ્યાર્થીઓને નુકશાન ન જાય તે માટે ર્નિણય કર્યો છે.