સરકારે ૪૧ દવાઓના મહત્તમ છૂટક ભાવ નક્કી કરાયા

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ડાયાબિટીસ, હૃદય, તાવ, દુ:ખાવો, તણાવ સહિતની દવાઓને લાગુ

ઉત્પાદકે છૂટક કિંમતો નક્કી કરવી પડશે

(સંપૂર્ણ સમાચાર સેવા)

કેન્દ્ર સરકાર દ્વારા કેટલીક દવાઓની મહત્તમ છૂટક કિંમત નક્કી કરવામાં આવી છે. આ દવાઓનો ઉપયોગ ડાયાબિટીસ, હૃદય, તાવ, દુ:ખાવો, તણાવ અને જીવનશૈલી સંબંધિત અન્ય રોગોની સારવારમાં થાય છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) દ્વારા જાહેર કરાયેલા એક નોટિફિકેશનમાં આ અંગે માહિતી આપવામાં આવી હતી.

સરકારે ૪૧ દવાઓની મહત્તમ છૂટક કિંમત નક્કી કરી છે. આ કિંમત ઉપરાંત ફાર્માસ્યુટિકલ કંપનીઓને નિશ્ચિત કિંમત પર વધારાનો GST ઉમેરવાની મંજૂરી આપવામાં આવશે. નોટિફિકેશનમાં, આને ‘નવી દવાઓ‘ કહેવામાં આવી છે. આ મુજબ, ઉત્પાદકે છૂટક કિંમતો નક્કી કરવી પડશે.

કોઇ વ્યક્તિ સરળતાથી વાંચી શકે તે રીતે રાખવા આદેશ

દવા ઉત્પાદક કંપની છૂટક કિંમત પર GST ની રકમ ત્યારે જ ઉમેરી શકે છે. જ્યારે તે સરકારને ચૂકવવામાં આવી હોય અથવા બાકી હોય. નોટિફિકેશન અનુસાર દરેક દુકાનદાર અને ડીલરને ઉત્પાદક દ્વારા આપવામાં આવેલી કિંમત યાદી તેમની દુકાનમાં એવી જગ્યાએ ચોંટાડવાનો આદેશ આપવામાં આવ્યો છે, જ્યાં કોઈપણ તેને સરળતાથી વાંચી અને જોઈ શકે.

ગ્રાહકો દવાની કિંમત સરળતાથી જાણી શકે તે માટે આ જરૂરી છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી (NPPA) દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે છૂટક કિંમત ફક્ત તે ઉત્પાદકોને જ લાગુ પડશે જેમણે સરકાર દ્વારા બનાવેલા તમામ નિયમો અને શરતોનું પાલન કર્યું છે. જો દવાના છૂટક ભાવ સંબંધિત સૂચનાઓનું ઉત્પાદક દ્વારા પાલન કરવામાં ન આવે, તો નિયમો અનુસાર, એકત્રિત કરેલી વધારાની રકમ વ્યાજ સાથે જમા કરવી પડશે.

કઈ દવાઓના દર નક્કી કરવામાં આવ્યા હતા

Alginate RaftForming Oral Suspension

Atorvastatin & Ezetimibe Tablets

Atorvastatin & Ezetimibe Tablªs

Ceftriaxone, Sulbactam & Disodium Edetete Powder for solution for Infusion

Cefuroxime & POassium Clavulanate Tablets

Cholecalciferol Oral Drops

Clindamycin & NicOinamide gel

Iron, Folic Acid & Cyanocobalamin Syrup

Melatonin & Zolpidem Tartrate Tablets

Polmacoxib & Paracetamol Tablets

Empagliflozin & M e t f o r m i n Hydrochloride (ER) Tablªs

Empagliflozin & Meformin Hydrochloride Tables

Sitagliptin, Glimepiride & Meformin Hydrochloride Tables

Phenylephrine Hydrochloride & C h l o r p h e n i r a m i n e Maleate Syrup

 

 

 

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.