Last Updated on by Sampurna Samachar
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે નિવેદનમાં કહ્યું
૧૫૦ કરોડ રૂપિયાનું મહેસૂલ પ્રાપ્ત થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશભરમાં નેશનલ હાઇવે અને નેશનલ એક્સપ્રેસવે પર સ્થિત ટોલ પ્લાઝા પર દ્વિચક્રી વાહન પાસેથી કોઈ પ્રકારની યુઝર ફી લેવામાં નથી આવતી. હકીકતમાં સરકારનું આ સ્પષ્ટીકરણ અમુક અહેવાલ પ્રકાશિત થયા બાદ સામે આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે, NHAI ટોલ પ્લાઝા પર દ્વિચક્રી વાહન ચાલકો પાસેથી યુઝર ફી વસુલશે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, ટોલ પ્લાઝા પર દ્વિચક્રી વાહનો પાસેથી ટોલ વસુલવા સંબંધિત સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવામાં આવતી માહિતી ખોટી છે. NHAI સ્પષ્ટ કરવા ઈચ્છે છે કે, દેશભરના નેશનલ હાઇવે અને નેશનલ એક્સપ્રેસ વે પર સ્થિત ટોલ પ્લાઝા પર દ્વિચક્રી વાહનો પર કોઈ યુઝર ફી લેવામાં નથી આવતી. નેશનલ હાઇવે પર અને નેશનલ એક્સપ્રેસવે પર યુઝર ફી રાષ્ટ્રીય રાજમાર્ગ શુલ્ક નિયમ, ૨૦૦૮ હેઠળ વસુલવામાં આવે છે અને દ્વિચક્રી વાહનો પર ટોલ વસુલવાનો કોઈ પ્રસ્તાવ નથી.
પ્રત્યેક પાસની કિંમત ૩૦૦૦ રૂપિયા
નિયમ અનુસાર, ટોલ પ્લાઝા પર યુઝર ફી ચાર અથવા વધુ પૈડાવાળા વાહનો પાસેથી લેવામાં આવે છે. જેમાં કાર, જીપ, વાન અથવા હલ્કા મોટર વાહન/ હલકા કોમર્શિયલ વાહન, હલકા મિની વાહન અથવા મિની બસ/બસ તેમજ ટ્રક/ ભારે બાંધકામ મશીનરી તેમજ મૂવિંગ ઇક્વિપમેન્ટ (ઈએમઈ) અથવા મલ્ટી એક્સલ વાહન (એમવી) (ત્રણથી નાના એક્સલ)/મોટા આકારના વાહન (સાત અથવા તેનાથી વધુ એક્સલ) જેવી શ્રેણી સામેલ છે.
આ પહેલાં NHAI એ જણાવ્યું હતું કે, તેમણે ૧૪ ઓગસ્ટ બાદ ફક્ત ૪ દિવસમાં ૫ લાખથી વધુ ફાસ્ટેગ આધારિત વાર્ષિક ટોલ પરમિટ વેચી છે, જેનાથી ૧૫૦ કરોડ રૂપિયાનું મહેસૂલ પ્રાપ્ત થશે. NHAI ના એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, તમિલનાડુ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ એનુઅલ પાસ દ્વારા સૌથી વધું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા. નોંધનીય છે કે, હવે ખાનગી વાહન નેશનલ હાઇવે અને એક્સપ્રેસવે પર ટોપ પ્લાઝાથી મફતમાં પરિવહન કરી શકે છે. પ્રત્યેક પાસની કિંમત ૩૦૦૦ રૂપિયા છે.