Last Updated on by Sampurna Samachar
બેંક કે પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર વેપારી પાસેથી વસૂલશે ચાર્જ
નાના દુકાનદાર અને નાના ટ્રાન્ઝેક્શન નહીં થાય અસર
(સંપૂર્ણ સમાચાર સેવા)
સરકારે મોટા UPI ટ્રાન્ઝેક્શનો પર MDR લગાવવા પર વિચાર કરી રહી છે. રિપોર્ટ પ્રમાણે, આ ચાર્જ માત્ર મોટા ટ્રાન્ઝેક્શનો પર લાગુ થશે, નાના ટ્રાન્ઝેક્શન હજુ પણ ફ્રી રહેશે. જ્યારે ગ્રાહક ડિજિટલ પેમેન્ટ કરે છે, ત્યારે બેંક કે પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર વેપારી પાસેથી MDR ચાર્જ વસૂલે છે. હાલ UPI પર ઝીરો MDR પોલિસી લાગુ છે, એટલે કે વેપારી પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.

આ ચાર્જ મર્ચેન્ટના ટર્નઓવર પર નહીં, પરંતુ પ્રતિ ટ્રાન્ઝેક્શનની વેલ્યૂ પર લાગી શકે છે. નાના દુકાનદાર અને નાના ટ્રાન્ઝેક્શન તેનાથી પ્રભાવિત થશે નહીં. જૂન ૨૦૨૫ સુધી ઉપલબ્ધ આંકડાઓ પ્રમાણે, ભારતમાં રોજના સરેરાશ ૬૫ કરોડ UPI ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. ૧ જૂન, ૨૦૨૫ના રોજ ૬૪૪ મિલિયન ટ્રાન્ઝેક્શન થયા, જ્યારે ૨ જૂન, ૨૦૨૫ના રોજ ૬૫૦ મિલિયન ટ્રાન્ઝેક્શન નોંધવામાં આવ્યા છે.
મે ૨૦૨૫માં ૧,૪૦૦ કરોડ ટ્રાન્ઝેક્શન નોંધાવ્યા
તો બીજી તરફ વિઝાના સરેરાસ ડેઈલી ટ્રાન્ઝેક્શન (FY૨૪): ૬૩૯ મિલિયન છે. (વિઝાએ રોજના ડેટા જાહેર કર્યા નથી, આ માત્ર અંદાજ છે.) કુલ માસિક ટ્રાન્ઝેક્શન (સંકેત માટે)- મે ૨૦૨૫માં UPI એ લગભગ ૧,૪૦૦ કરોડ (૧૪ બિલિયન) ટ્રાન્ઝેક્શન નોંધાવ્યા હતા, જેની કુલ વેલ્યૂ ૨૦ લાખ કરોડથી વધારે હતી.