Last Updated on by Sampurna Samachar
સોફ્ટ પોર્ન કન્ટેન્ટ પીરસતા આ પ્લેટફોર્મ્સ સામે કાર્યવાહી
ભારતમાં જનતા માટે તાત્કાલિક બ્લોક કરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સરકારે ૨૫ OTT પ્લેટફોર્મ્સ પર કડક કાર્યવાહી કરી છે. સોફ્ટ પોર્ન કન્ટેન્ટ પીરસતા આ પ્લેટફોર્મ્સ સામે સરકારે કડક વલણ અપનાવ્યું છે અને તેના પર પ્રતિબંધ લાદ્યો છે. આ લિસ્ટમાં ઉલ્લુ (ULLU), ALTT , ડેસિફ્લિક્સ (DESIFLIX) થી લઈને બિગ શોટ્સ (BIG SHOS) જેવા OTT પ્લેટફોર્મના નામો છે. ભારત સરકારે ગેરકાયદેસર અને આપત્તિજનક ડિજિટલ કન્ટેન્ટ રજૂ કરતી ૨૫ એપ્લિકેશન્સ અને વેબસાઇટ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ અંગે ઈન્ટરનેટ સેવા પ્રદાતાઓ (ISPS)ને સ્પષ્ટ નિર્દેશો જારી કર્યા છે કે આ વેબસાઈટ્સને ભારતમાં જનતા માટે તાત્કાલિક બ્લોક કરવામાં આવે. સરકારે આ કાર્યવાહી માહિતી ટેકનોલોજી અધિનિયમ, ૨૦૦૦ (IT ACT 2000) અને આઈટી નિયમો, ૨૦૨૧ (Intermediary Guidelines and Digital Media Ethics Code) હેઠળ કરી છે.
લિસ્ટમાં કોના-કોના નામ?
સરકારે જે એપ્સ અને વેબસાઈટ્સ પર ગેરકાયદેસર, આપત્તિજનક અને અશ્લીલ કન્ટેન્ટ હોવાની વાત કરી છે, તેમાં ૨૫ નામો સામેલ છે. તેમાં ALTT , ઉલ્લુ (ULLU), બિગ શોટ્સ એપ (Big ShOs App), ડેસિફ્લિક્સ (Desiflix), બૂમેક્સ (Boomex), નવરસ લાઈટ ((Navarasa Lite), ગુલાબ એપ (Gulab App), કંગન એપ ((Kangan App), બુલ એપ (Bull App), જલવા એપ (Jalva App), વાવ એન્ટરટેઈનમેન્ટ (ow Entertainment), લુક એન્ટરટેઈનમેન્ટ (Loko Entertainment), હિટપ્રાઈમ (Hitprime), ફેનો (Feneo), શો એક્સ (ShowX), સોલ ટોકીઝ (Sol Talkies), અડ્ડા ટીવી (Adda TV), હોટએક્સ વીઆઈપી (HOX VIP), હુલચુલ એપ (Hulchul App), મૂડએક્સ (MoodX), નિયોનએક્સ વીઆઈપી (NeonX VIP), ફુગી (Fugi), મોજફ્લિક્સ (Mojflix), ટ્રાઈફ્લિક્સ (Triflicks)નો સમાવેશ થાય છે.
આ વેબસાઈટ્સને આઈટી એક્ટની કલમ ૬૭ અને ૬૭ , ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૨૯૪, અને મહિલા અશ્લીલ ચિત્રણ નિષેધ અધિનિયમ, ૧૯૮૬ની કલમ ૪ના ઉલ્લંઘનની દોષી ઠેરવવામાં આવી છે. સરકારે ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે દરેક ડિજિટલ પ્લેટફોર્મે આ નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો નહીં કરે તો તેની સામે કાનૂની કાર્યવાહી કરી શકાય છે.
આ પહેલી વખત નથી, જ્યારે સરકારે આવું સખત વલણ અપનાવ્યું હોય. આ પહેલાં પણ સરકારે ૧૮ OTT પ્લેટફોર્મ્સને બ્લોક કરી દીધા હતા. સરકારે ડિસેમ્બર ૨૦૨૪માં સરકારે સખત વલણ અપનાવ્યું હતું. ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ત્યારે પણ શોધી કાઢ્યું હતું કે ૧૮ OTT પ્લેટફોર્મ્સ પર અશ્લીલ અને કેટલાક કિસ્સાઓમાં પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બતાવવામાં આવી રહ્યું છે, જે ભારતીય કાયદાની વિરુદ્ધ છે.