આ એક મોટો બદલાવ હશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વન નેશન વન ઈલેક્શન થઈને રહેશે. સરકાર આ સંસદીય સત્રમાં બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બિલ પર ચર્ચા ભલે ન થાય, પણ સરકાર તેને લાવવાનું પ્લાનિંગ કરી ચૂકી છે. એ પણ જાણવા મળ્યું છે કે સરકાર જ્યારે બિલ લાવશે તો વ્યાપક પરામર્શ માટે તેને જેપીસી માટે મોકલી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર એ પણ સલાહ આપી શકે છે કે બિલ પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવે અને તમામ વિધાનસભાઓને ચર્ચામાં ભાગ લેવા માટે કહેવામાં આવે. સરકારને હજુ તેના પર ર્નિણય લેવાનો છે કે આ એક વ્યાપક બિલ હશે કે કેટલાય બિલ, જેમાં સંવૈધાનિક સંશોધનની ભલામણ પણ સામેલ હશે.
આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પહેલા કાર્યકાળમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાનીમાં એક કમિટી બનાવી હતી. કમિટીએ લોકસભા ચૂંટણી પહેલા માર્ચમાં પોતાની ભલામણો સોંપી હતી. કેન્દ્ર સરકારે થોડા સમય પહેલા જ આ ભલામણો સ્વીકાર કરી લીધી હતી. કમિટીએ પોતાના રિપોર્ટમાં ફક્ત ૨ તબક્કામાં ચૂંટણી કરાવવાની ભલામણ કરી છે. કહ્યું છે કે, પહેલા તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી થશે, જ્યારે બીજા તબક્કામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી કરવામાં આવે.
સરકાર પહેલા તો એ નક્કી કરશે કે આ બિલ તરીકે રજૂ કરવામાં આવે કે પછી કેટલાય બિલ લાવવામાં આવે. તમામ પાર્ટીઓનો મત પણ જરૂરી છે, કારણ કે આ એક મોટો બદલાવ હશે. એટલા માટે પહેલા તેને સંસદની જોઈન્ટ પાર્લિયામેન્ટ્રી કમિટીને મોકલવામાં આવશે. ત્યાર બાદ રાજ્યોની વિધાનસભાઓમાં તેને પાસ કરાવવા પડશે. સંવિધાન સંશોધન બિલ હશે. કમસે કમ ૫૦ ટકા રાજ્યોના સમર્થનની જરૂર પડશે. અનુચ્છેદ ૩૨૭માં સંશોધન કરવામાં આવશે અને તેમાં એક દેશ એક ચૂંટણી શબ્દને સામેલ કરવામાં આવશે.