ગુજરાત સરકારના કર્મચારીઓને ગ્રેચ્યુઈટી મર્યાદામાં વધારોનો લાભ મળશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત સરકારે એક મોટો ર્નિણય લેતા કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારે અધિકારીઓ અને કર્મચારીઓના હિતોને ધ્યાનમાં રાખીને નિવૃત્તિ અને મૃત્યુ ગ્રેચ્યુઇટીની મર્યાદા ૨૫ ટકા વધારીને ૨૫ લાખ રૂપિયા કરી છે.
મહત્વનું છે કે, અગાઉ ગુજરાત સરકારના કર્મચારીઓને નિવૃત્તિ પર નિવૃત્તિ અને મૃત્યુ ગ્રેચ્યુઈટી તરીકે માત્ર ૨૦ લાખ રૂપિયાની મહત્તમ મર્યાદા ચૂકવવામાં આવતી હતી. સરકારના આ ર્નિણયથી હવે ગુજરાતના સરકારી કર્મચારીઓને ૨૫ લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઈટી આપવામાં આવશે. રાજ્ય સરકારના આ ર્નિણયથી ગુજરાતના લાખો કર્મચારીઓને ફાયદો થશે.
ગુજરાત સરકારના આ ર્નિણય બાદ રાજ્યના સરકારી કર્મચારીઓને કેન્દ્ર સરકારના કર્મચારીઓ જેટલી ગ્રેચ્યુઈટી મળશે. રાજ્ય સરકારના કર્મચારીઓની ગ્રેચ્યુઈટી વધારવાના ર્નિણયને કારણે ગુજરાત સરકારે દર વર્ષે ૫૩.૧૩ કરોડ રૂપિયા વધારાનો ખર્ચ કરવો પડશે. ૧ જાન્યુઆરી, ૨૦૨૪ પછી નિવૃત્ત થતા તમામ ગુજરાત સરકારના કર્મચારીઓને ગ્રેચ્યુઈટી મર્યાદામાં વધારોનો લાભ મળશે. જાે કે, આ મર્યાદા ૧ જાન્યુઆરી, ૨૦૨૪ પહેલા નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે લાગુ થશે નહીં.
અન્ય એક ર્નિણયમાં, ગુજરાત સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (ડ્ઢછ)માં ૩ ટકાનો વધારો કરવાની પણ જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે ગુજરાત સરકારમાં કામ કરતા લોકોને હવે મૂળ પગારના ૫૩ ટકા મોંઘવારી ભથ્થું મળશે. ૧ જુલાઈ, ૨૦૨૪થી કર્મચારીઓને મળતા પગારમાં ડીએમાં વધારો કરવામાં આવશે.
જુલાઈથી નવેમ્બર સુધીનું બાકી ડીએ ડિસેમ્બરના પગાર સાથે ચૂકવવામાં આવશે. જ્યારે તે પેન્શનરોને જાન્યુઆરી ૨૦૨૫માં ચૂકવવામાં આવશે. ડીએ વધારવાના ર્નિણયથી રાજ્યના ૯ લાખથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે.