Last Updated on by Sampurna Samachar
આગામી ૧૦ વર્ષમાં અંદાજીત ૧.૫ લાખ નવા કર્મચારીઓની ભરતી થઈ શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સરકારી નોકરીની તૈયારીમાં લાગેલા યુવાનો માટે એક સારા સમાચાર છે. ગુજરાત સરકાર ૧૮ વિભાગોમાં કર્મચારીઓની સીધી ભરતી કરશે. તેના માટે એક શેડ્યુલ તૈયાર કર્યું છે. જેમાં શિક્ષણ અને આરોગ્ય થી લઈને પરિવાર કલ્યાણ સહિતના ૧૮ વિભાગો માટે ભરતી અંગેની ચર્ચા ચાલી રહી છે.
અહેવાલો અનુસાર, રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ભરતીની ચર્ચા કરવામાં આવી હતી અને તેમાં આગામી ૧૦ વર્ષમાં અંદાજીત ૧.૫ લાખ નવા કર્મચારીઓની ભરતી થઈ શકે છે. ૧૦ વર્ષમાં ૧૮ વિભાગોમાં ભરતી કરવામાં આવશે. તેમાં ગૃહ વિભાગનો હિસ્સો ૫૦ ટકાથી વધુ છે. એટલે કે ગૃહ વિભાગમાં સૌથી વધુ ભરતી થશે. સરકારે આગામી ૧૦ વર્ષમાં ગૃહ વિભાગમાં ૪૦ હજારથી વધુ કર્મચારીઓની નિમણૂક કરવાની મંજૂરી મળી છે.
જે વિભાગોમાં ભરતી અંગેની ચર્ચા ચાલી રહી છે તેમાં લેબર, સ્કિલ ડેવલપમેન્ટ અને એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ, અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ, પંચાયતો, રૂરલ હાઉસિંગ અને રૂરલ ડેવલપમેન્ટ, ઈન્ડસ્ટ્રીઝ અને માઈન્સ ડિપાર્ટમેન્ટ, સ્પોર્ટ્સ, યુથ અને કલ્ચર એક્ટિવિટિઝ ડિપાર્ટમેન્ટ અને બાકીની કેડર્સમાં હેલ્થ ડિપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે. જે વિભાગો માટે હજી ભરતી અંગેની ચર્ચા-વિચારણ કરવામાં આવી નથી તેમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ અને શિક્ષણ વિભાગનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યાનુસાર,બાકીના તમામ વિભાગો માટે ભરતી અંગે આગામી થોડા અડવાડિયામાં વિચાર-વિમર્શ કરાશે અને કેટલા કર્મચારીઓની ભરતી કરવી તે નક્કી કરવામાં આવશે