Last Updated on by Sampurna Samachar
સરકારી દસ્તાવેજ બનાવી આપતા બોગસ અધિકારીઓ ઝડપાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં બનાવટી દસ્તાવેજ, નકલી અધિકારીઓ ઝડપવાનો સિલસિલો યથાવત છે. ત્યારે સરકારી રેકોર્ડ સાથે ચેડાં કરી પાસપોર્ટ-વિઝા મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રેકોર્ડ સાથે ચેડાં કરી UK ના પોર્ટુગીઝ વિઝા મેળવવાનું કૌભાંડ સામે આવ્યુ છે. દ્વારકા, પોરબંદર, વલસાડ અને સુરતના ૯ લોકોની ધરપકડ કરી પુછપરછ હાથ ધરવામાં આવી છે.
ભાણવડ, પોરબંદર, દમણ સહિતના વિસ્તારમાંથી આરોપીઓ ઝડપાયા છે. આરોપીઓ UK જવા ઈચ્છતા લોકોને બનાવટી દસ્તાવેજ બનાવી આપતા હતા. નવા આધારકાર્ડ, જન્મ દાખલો, નવી ઓળખ ઉભી કરતા અને સમગ્ર કૌભાંડ આચરતા હતા. આરોપીઓ દસ્તાવેજમાં UK ના લોકો સાથે નવા સંબંધો ઉભા કરી દેતા હતા. જોકે આ કૌભાંડનો વધુ એક આરોપી પોલીસ પકડથી દૂર છે. જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.