Last Updated on by Sampurna Samachar
ચીન પર ર્નિભર રહેવા નથી માગતું ગૂગલ
ગૂગલ હવે તેના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધાર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગૂગલ દ્વારા હવે ભારતમાં એશિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર બનાવવામાં આવશે. આ માટે કંપની હવે ૫૨,૦૦૦ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહી છે. ગૂગલ હવે AI માં ખૂબ જ આગળ વધી રહ્યું છે. તેમ જ એના યુઝર્સ પણ વધુ હોવાથી એને હવે વધુ ડેટા સેન્ટરની જરૂર છે. ગૂગલ હવે તેના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારી રહ્યું છે. તેમજ ભારતના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે પણ ગૂગલએ પોતાનો સપોર્ટ જાહેર કર્યો હતો. આથી હવે ગૂગલ દ્વારા ભારતમાં ખૂબ જ મોટું ડેટા સેન્ટર બનાવવામાં આવશે.
આ ડેટા સેન્ટરને ગૂગલ દ્વારા આંધ્ર પ્રદેશના વિશાખાપટનમમાં બનાવવામાં આવશે. આ ડેટા સેન્ટરની કેપેસિટી એક ગીગાવોટની હશે જે માટે ૫૨,૦૦૦ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરશે. આ ડેટા સેન્ટર આગામી ૨૪ મહિનાની અંદર સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે એવી ચર્ચા છે. આ ડેટા સેન્ટર એશિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર બનવા જઈ રહ્યું છે. ઇન્વેસ્ટમેન્ટની સાથે ડેટા સેન્ટરની કેપેસિટી અનુસાર પણ આ સૌથી મોટું ડેટા સેન્ટર રહેશે.
ગૂગલને ભારતના માર્કેટ પાસેથી કેટલી અપેક્ષા
આ ડેટા સેન્ટર બનાવવા માટે ૫૨,૦૦૦ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે. જાેકે આ સાથે જ ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ ? ૧.૭૫ લાખ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ રીન્યુએબલ એનર્જી પાછળ કરી રહી છે. આ એનર્જીનો ઉપયોગ ડેટા સેન્ટરને વિજળી પહોંચાડવા માટે કરવામાં આવશે. ભારતના ઇકો-ફ્રેન્ડલી ટેક ડેવલપમેન્ટ ઓપરેશન પ્રોજેક્ટ હેઠળ આ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે.
ગૂગલ હવે ભારતના ક્લાઉડ અને ડેટા સેન્ટરની ક્ષમતા પર ફોકસ કરી રહ્યું છે. તે હવે ભારતમાં આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારી રહ્યું છે. આ પાછળનું કારણ એ છે કે તે હવે ચીન પર ર્નિભર રહેવા નથી માગતું. એપલ મુખ્યત્વે ચીનના મેન્યુફેક્ચર પર ર્નિભર હતું. જોકે ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રેડ વોરને કારણે એના પર અસર થઈ હતી. ત્યારથી દરેક કંપની હવે તેમનું પ્રોડક્શન અને અન્ય ડિપાર્ટમેન્ટ એક જ જગ્યાએ રાખવું પસંદ નથી કરતી.
ગૂગલ પણ હવે ભારતમાં મોટું ડેટા સેન્ટર બનાવવા પર ધ્યાન આપી રહ્યું છે. જેથી તેની કાર્યક્ષમતા વધે અને કંપનીનો ભાર અલગ-અલગ જગ્યા પર વહેંચી શકાય. ગૂગલ હવે દરિયાની અંદર આવેલા તેના કેબલ સ્ટેશનમાં વધારો કરી રહ્યું છે. વિશાખાપટનમમાં આવા ત્રણ વધુ સ્ટેશન બનાવવામાં આવશે જેના કારણે ઇન્ટરનેટની વધુ સારી સુવિધા મળી શકશે.
આંધ્રપ્રદેશનું લક્ષ્ય છે કે આગામી પાંચ વર્ષમાં તેમના રાજ્યમાં અંદાજે ૬ ગીગાવોટના ડેટા સેન્ટર હોવા જોઈએ. આ માટે અત્યાર સુધીમાં ૧.૬ ગીગાવોટના સ્ટેશનને પરવાનગી મળી ગઈ છે. આ ડેટા સેન્ટર માટે અંદાજે ૧૦ ગીગાવોટની એનર્જી જરૂરી છે. આથી સરકાર દ્વારા તેમના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવામાં આવી રહ્યો છે.
ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ હવે ૨૦૨૫માં દુનિયાભરમાં ટોટલ ઇં૭૫ બિલિયન અમેરિકન ડોલરનું રોકાણ કરી રહી છે. આ રોકાણ ફક્ત ડેટા સેન્ટર માટે છે. આથી ભારતમાં ૫૨,૦૦૦ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ દર્શાવે છે કે ગૂગલને ભારતના માર્કેટ પાસેથી કેટલી અપેક્ષા છે