Last Updated on by Sampurna Samachar
બજેટમાં શિક્ષણ અને આરોગ્ય પરનો TCS ઘટાડાયો
વિદેશ યાત્રા ખર્ચ પરના કર અને કસ્ટમ્સમાં ઘટાડો
(સંપૂર્ણ સમાચાર સેવા)
નાણાંમંત્રી ર્નિમલા સીતારમણે બજેટ ૨૦૨૬ રજૂ કરતી વખતે એક મોટી જાહેરાત કરી. તેમણે વિદેશમાં અભ્યાસ પરના ટેક્સમાં રાહત આપી. શિક્ષણ અને આરોગ્ય પરનો TCS ૫ ટકાથી ઘટાડીને ૨ ટકા કરવામાં આવ્યો છે, જેનાથી માતા-પિતાના હજારો રૂપિયાની બચત થાય છે. આ ટેક્સ ૧૦ લાખ રૂપિયાથી વધુ મોકલવા પર લાદવામાં આવે છે. વધુમાં તબીબી ખર્ચ પરનો TCS પણ ૫ ટકાથી ઘટાડીને ૨ ટકા કરવામાં આવ્યો છે, જેનો અર્થ છે કે વિદેશમાં સારવાર થોડી સસ્તી થશે.

૧૦ લાખ રૂપિયાથી વધુ ફી પર ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ વસૂલવામાં આવે છે. અગાઉ ૧૦ લાખ રૂપિયાથી વધુ ફી પર ૫ ટકા TCS વસૂલવામાં આવતો હતો, જે હવે ઘટાડી દેવામાં આવ્યો છે. અગાઉ ૨૦ લાખ રૂપિયા પર ૧ લાખ રૂપિયાનો ટેક્સ ઘટાડીને માત્ર ૪૦ હજાર રૂપિયા કરવામાં આવ્યો. આનો અર્થ એ થાય કે ૬૦ હજાર રૂપિયાની સીધી બચત થાય છે.
નાના વ્યવસાયો, આઉટસોર્સિંગ એજન્સીઓ અને ફ્રીલાન્સર્સ માટે નિયમો સરળ
આ માટે પાન કાર્ડ જરૂરી છે; પાન કાર્ડ વિના, ટેક્સની રકમ બમણી થઈ શકે છે. એકંદરે, તબીબી સારવાર અથવા શિક્ષણ માટે વિદેશમાં નાણાં મોકલવાનું હવે સરળ બનશે. નાણાંમંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું, ‘હું લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ હેઠળ શિક્ષણ અને તબીબી હેતુઓ માટે TCS દર ૫ ટકાથી ઘટાડીને ૨ ટકા કરવાનો પ્રસ્તાવ મૂકું છું.
દેશના અર્થતંત્ર અંગે નાણાંમંત્રી ર્નિમલા સીતારમણે જણાવ્યું કે, ‘૨૦૨૬-૨૭માં સરેરાશ દેવા-થી-ય્ડ્ઢઁ ગુણોત્તર GDP ના ૫૫.૬ ટકા રહેવાનો અંદાજ છે, જે પાછલા નાણાકીય વર્ષ, ૨૦૨૫-૨૬માં ૫૬.૧ ટકા હતો. રાજકોષીય ખાધ GDP ના ૪.૩ ટકા રહેશે, જે ૨૦૨૫-૨૬માં ૪.૪ ટકા હતી. ૨૦૨૬-૨૭માં દેવા સિવાયની આવક ૩૬.૫ લાખ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે.
વિદેશ યાત્રા ખર્ચ પરના કર અને કસ્ટમ્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેનાથી પ્રવાસના શોખીનોને થોડી રાહત મળી છે. આનાથી તેઓ વધુ સસ્તા દરે મુસાફરી કરી શકશે. અગાઉ રજાઓ અને મુસાફરી પેકેજો બુક કરાવતા લોકોએ આ કર ચૂકવવો પડતો હતો. વધુમાં નાણામંત્રીએ જાહેરાત કરી કે નાના વ્યવસાયો, આઉટસોર્સિંગ એજન્સીઓ અને ફ્રીલાન્સર્સ માટે કર નિયમો સરળ બનાવવામાં આવશે.