Last Updated on by Sampurna Samachar
કેનેડામાં જોબ ઓફર સાથે PRનો જૂનો નિયમ ફરીવાર લાગુ થઈ શકે
જોબ ઓફર અને વધુ પગારવાળી નોકરીના અનુભવના આધારે એક્સ્ટ્રા પોઈન્ટ્સ આપવા પર વિચારણા
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેનેડાની કંપની પાસેથી જોબ ઓફર મેળવનારા વિદેશી વર્કર્સ માટે સારા સમાચાર છે. સરકાર એક્સપ્રેસ એન્ટ્રી હેઠળ ફરી એકવાર જોબ ઓફર હોવા પર CRS પોઈન્ટ્સ આપવા જઈ રહી છે. ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા એ જાહેરાત કરી છે કે, જે વર્કર્સ PR માટે અરજી કરી રહ્યા છે, તેમને જોબ ઓફર અને વધુ પગારવાળી નોકરીના અનુભવના આધારે એક્સ્ટ્રા પોઈન્ટ્સ આપવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૫માં સરકારે જોબ ઓફર માટે વધારાના પોઈન્ટ્સ આપવાનું બંધ કરી દીધું હતું.

સીઆઈસી ન્યૂઝના અહેવાલ મુજબ, IRCC દ્વારા હજુ સુધી એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે આ નવા ફેરફારો માટેની ટાઈમલાઈન શું હશે અથવા વિભાગ તેને ક્યારથી લાગુ કરશે. જોકે, એટલું ચોક્કસ કહેવામાં આવ્યું છે કે આ અંગે ટૂંક સમયમાં ર્નિણય લેવામાં આવશે. કેનેડામાં ટેલેન્ટ એટ્રેક્શન સ્ટ્રેટેજી બનાવવામાં આવી છે, જેનો હેતુ દેશમાં પ્રતિભાશાળી લોકોને જાળવી રાખવાનો અને વિશ્વભરમાંથી કુશળ લોકોને આકર્ષવાનો છે. વડાપ્રધાનના વિશેષ સલાહકાર માર્ક કાર્નીએ ગયા વર્ષે જ આ અંગે જાહેરાત કરી હતી.
કેનેડાના લેબર માર્કેટમાં પહેલેથી જ યોગદાન
IRCCનો મુખ્ય ઉદ્દેશ્ય એવા લોકોને PR મેળવવામાં મદદ કરવાનો છે જેમની પાસે પહેલેથી જ જોબ ઓફર અને કેનેડિયન વર્ક એક્સપિરિયન્સ છે. ખાસ કરીને એવા વર્કર્સ જેઓ વધુ પગારવાળી નોકરીઓ કરી રહ્યા છે. એકંદરે, સરકાર એવા લોકોને સ્થાયી કરવા માંગે છે જેઓ કેનેડાના લેબર માર્કેટમાં પહેલેથી જ યોગદાન આપી રહ્યા છે.
સરકારનું ધ્યાન નીચેના ક્ષેત્રોમાં કામ કરતા લોકો પર વધુ છે. જેમાં હેલ્થકેર, એન્જિનિયરિંગ અને સ્કિલ્ડ ટ્રેડ્સનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રોમાં કામ કરતા લોકોને અનેક રાજ્યોમાં સરેરાશ કરતા વધુ પગાર મળે છે, તેથી તેમને આ નિયમનો મોટો લાભ મળશે.
આ ફેરફાર એવા લોકો માટે મોટી જીત સમાન છે જેઓ હાલમાં કેનેડામાં વર્ક પરમિટ પર કામ કરી રહ્યા છે. આમાં વિદેશી કામદારોની સાથે એવા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે જેઓ પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ પર છે. જે વર્કર્સ પાસે વધુ પગારવાળી જોબની ઓફર હશે, તેમનો ઝ્રઇજી સ્કોર વધશે. આના કારણે તેમને ઇન્વિટેશન ટુ એપ્લાય અપેક્ષા કરતા વહેલું મળી જશે. જો તમે કોઈ પ્રોવિન્શિયલ બોડી દ્વારા પ્રમાણિત ડોક્ટર, નર્સ કે ઇલેક્ટ્રિશિયન હશો,