Last Updated on by Sampurna Samachar
૨૨ કેરેટ સોનાની કિંમત ૮૩,૦૦૦ રુપિયા પર પહોંચી
અમેરિકી શેરબજાર સહિત સમગ્ર વિશ્વમાં ઘમાસાણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો હવે તમારા માટે એક શ્રેષ્ઠ તક છે. વૈશ્વિક ટેરિફ વોર અને મંદીની અસરને કારણે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થયો છે. સોનાના ભાવમાં ૨૩૦ રુપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હીમાં ૨૪ કેરેટ સોનું રૂ.૯૦,૫૩૦ રુપિયા પર પહોંચી ગયું છે. જ્યારે ૨૨ કેરેટ સોનાની કિંમત ૮૩,૦૦૦ રુપિયા પર પહોંચી ગયું છે. એક કિલો ચાંદીનો ભાવ ૮૧૨ ઘટીને ૮૯,૫૮૦ પ્રતિ કિલો થયો છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિએ અમેરિકી શેરબજાર સહિત સમગ્ર વિશ્વમાં ઘમાસાણ મચાવી દીધું છે. આ વચ્ચે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. દુનિયામાં વધતી અનિશ્ચિતતાના કારણે લોકો પોતાના પૈસાને સુરક્ષિત રાખવા માટે સોનામાં રોકાણ કરી રહ્યા છે, જેના કારણે તેની કિંમત ઝડપથી વધી રહી છે, પણ હવે નિષ્ણાંતોનું કહેવું છે સોનાના ભાવ જલદી ઉતરી શકે છે.
કોમોડિટી બજારમાં નબળાઈને કારણે થયો ઘટાડો
ગુજરાતના અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં ૨૨ કેરેટ સોનાનો ભાવ ૮૨,૮૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો રુપિયા ૯૦,૪૨૦ પ્રતિ ૧૦ ગ્રામ છે. કોમોડિટી બજારમાં નબળાઈને કારણે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે.
મુંબઈમાં ૨૨ કેરેટ સોનાના ૧૦ ગ્રામનો ભાવ ૮૨,૨૫૦ રૂપિયા અને ૨૪ કેરેટ સોનાના ૧૦ ગ્રામનો ભાવ ૮૯,૭૩૦ રૂપિયા છે. કોલકાતામાં ૨૨ કેરેટ સોનાના ૧૦ ગ્રામનો ભાવ ૮૨,૨૫૦ રૂપિયા અને ૨૪ કેરેટ સોનાના ૧૦ ગ્રામનો ભાવ ૮૯,૭૩૦ રૂપિયા છે. ચેન્નાઈમાં ૨૨ કેરેટ સોનાના ૧૦ ગ્રામનો ભાવ ૮૨,૨૫૦ રૂપિયા અને ૨૪ કેરેટ સોનાના ૧૦ ગ્રામનો ભાવ ૮૯,૭૩૦ રૂપિયા છે.