Last Updated on by Sampurna Samachar
૨૨ કેરેટ સોનાની કિંમત ૮૯૩૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ
અચાનક ભાવમાં થયો મોટો વધારો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતના મુખ્ય શહેરોમાં દિલ્હી, પટના, મુંબઈ, બેંગલુરુ અને ચેન્નાઈમાં સોનાના ભાવમાં વધઘટ નોંધાઇ છે. સોનાની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર અનુસાર બદલાય છે અને ડોલરના ભાવ, માંગ-પુરવઠો, આર્થિક પરિસ્થિતિઓ અને તહેવારોની મોસમ જેવા ઘણા પરિબળોને કારણે દરરોજ બદલાય છે. સોનાને સુરક્ષિત રોકાણ વિકલ્પ તરીકે પણ જોવામાં આવે છે, તેથી જ લોકો ઘણીવાર તેની કિંમતો પર નજર રાખે છે.
વાત કરીએ તો ૨૪ કેરેટ સોનાની કિંમત દિલ્હીમાં ૯૭, ૫૭૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે, જેમાં ૨૪૦૦ રૂપિયાનો વધારો થયો છે. તો ૨૨ કેરેટ સોનાની કિંમત ૮૯, ૪૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે, જેમાં ૨૨૦૦ રૂપિયાનો વધારો થયો છે. મુંબઈમાં ૨૪ કેરેટ સોનું ૯૭૪૨૦ રૂપિયામાં મળી રહ્યું છે, જેમાં ૨૪૦૦ રૂપિયાનો વધારો થયો છે. તો ૨૨ કેરેટ સોનાની કિંમત ૮૯૩૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે.
ચાંદી ફરી એકવાર ૧ લાખ રૂપિયાની નજીક પહોંચી
અમદાવાદમાં ૨૪ કેરેટ સોનાની કિંમત ૯૭,૪૭૦ રૂપિયા નોંધાઇ ૨૪૦૦ રૂપિયાનો વધારો થયો છે. જ્યારે ૨૨ કેરેટ સોનાની કિંમત ૮૯૩૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે, જેમાં ૨૨૦૦ રૂપિયાનો વધારો થયો છે. આ સિવાય જયપુરની વાત કરવામાં આવે તો ત્યાં ૧૦ ગ્રામ સોનું ૯૭,૫૭૦ રૂપિયામાં મળી રહ્યું છે. જ્યારે ૨૨ કેરેટ સોનાનો ભાવ ૮૯૩૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે.
આજના સવારનાવ કારોબારની વાત કરીએ તો, MCX (મલ્ટિ-કોમોડિટી એક્સચેન્જ) પર ગોલ્ડ ફ્યુચર્સ ૬૭૨ રૂપિયાના વધારા સાથે ૯૬,૨૭૧ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. તે ૯૫,૫૯૯ રૂપિયા પર બંધ થયો હતો. તે જ સમયે, ચાંદી ૧,૦૫૫ રૂપિયાના સીધા વધારા સાથે ૯૯,૩૦૦ રૂપિયા પર હતી. તે ૯૮,૨૪૫ રૂપિયા પર બંધ થઈ હતી. ચાંદી ફરી એકવાર ૧ લાખ રૂપિયાની નજીક પહોંચી ગઈ છે.
સોનાની કિંમતોમાં ભરી તેજી જોવા મળી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૪ કેરેટ સોનાના ૧૦ ગ્રામના ભાવમાં ૧૫૦૦ રૂપિયા કરતા વધુ વધારો થયો છે. ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન દ્વારા જારી કિંમત અનુસાર ૨૪ કેરેટનું ૧૦ ગ્રામ સોનું ૧૫૦૨ રૂપિયા વધી ૯૫૩૦૯ રૂપિયા થઈ ગયું છે, જે પહેલા ૯૩૮૦૭ રૂપિયા પર હતું. ૨૨ કેરેટ સોનાનો ભાવ ૮૫૯૨૭ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામથી વધી ૮૭૩૦૩ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થઈ ગયો છે. સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ચાંદીનો ભાવ ૧,૭૬૦ રૂપિયા વધીને ૯૭,૩૩૨ રૂપિયા પ્રતિ કિલો થયો છે, જે પહેલા ૯૫,૫૭૨ રૂપિયા પ્રતિ કિલો હતો.