Last Updated on by Sampurna Samachar
ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશને આપી જાણકારી
સોનાનો ભાવ ૮૭,૭૫૯ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ નોંધાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મોંઘાદાટ સોનાના ભાવમાં સપ્તાહની શરૂઆતમાં સોનાના ખરીદદારોને થોડી રાહત મળી છે. જેમાં MCX પર સોનાનો ભાવ ૮૮,૦૦૦ રૂપિયાના સ્તરથી નીચે આવી ગયો છે. સોનાનો ભાવ ૮૭,૭૫૯ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે જ્યારે ચાંદીના ભાવમાં ૦.૪૩ ટકાનો વધારો થયો છે, ચાંદી ૯૮,૩૦૯ રૂપિયા પર ટ્રેડ કરી રહી છે.
સોનાના ભાવમાં ઘટાડો થવાના મુખ્ય કારણો વૈશ્વિક બજારોમાં નબળાઈ, ડૉલરની મજબૂતી અને પ્રોફિટ બુકિંગ છે. જ્યારે ડોલર મજબૂત થાય છે ત્યારે સોનાના ભાવ પર દબાણ વધે છે, કારણ કે મોંઘા ડોલરને કારણે રોકાણકારો સોનામાં રસ ગુમાવે છે. ગયા સપ્તાહની સરખામણીમાં સોનાની કિંમતમાં લગભગ રૂ. ૯૦૦નો ઘટાડો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં સોનાના ભાવમાં હજુ વધુ ઘટાડો થશે કે કેમ તે જોવું રહ્યું. દેશના મોટા શહેરોમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ ૮૯,૯૦૦ રૂપિયા અને ૨૨ કેરેટ સોનાનો ભાવ ૮૨,૪૦૦ રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.
ગુજરાતમાં સોનાની કિંમત ૮૯,૮૭૦ રુપિયા
વાત કરીએ તો દિલ્હીના બુલિયન બજારમાં, સોનાનો ભાવ ૪૦૦ રૂપિયાના ઘટાડા સાથે ૯૧,૨૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થયો. ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશને આ માહિતી આપી. ૯૯.૯ ટકા શુદ્ધતા ધરાવતું સોનું ૯૧,૬૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થયું. તે જ સમયે, ૯૯.૫ ટકા શુદ્ધતા ધરાવતું સોનું ૪૦૦રૂપિયાના ઘટાડા સાથે ૯૦,૮૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થયું, જે એક દિવસ પહેલા ૯૧,૨૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતું.
મુંબઈમાં ૨૨ કેરેટ સોનું ૮૨,૨૯૦ રૂપિયા અને ૨૪ કેરેટ સોનું ૮૯,૭૭૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. જેથી સમગ્ર દેશમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે ગુજરાતીની વાત કરીએ તો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં ૨૪ કેરેટ સોનાની કિંમત ૮૯,૮૭૦ રુપિયા છે જ્યારે ૨૨ કેરેટ સોનાની કિંમત ૮૨,૩૪૦ રુપિયાની આસપાસ છે છે.