Last Updated on by Sampurna Samachar
આ ભારે કડાકા પાછળ અનેક વૈશ્વિક કારણો જવાબદાર
ચાંદીમાં સામાન્ય તેજી જોવા મળી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સોનુ ખરીદવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. સોનાના ભાવમાં જોરદાર કડાકો જોવા મળ્યો છે. ઘરેલુ અને વૈશ્વિક બજારોમાં ગોલ્ડ પ્રાઈસ પર દબાણ જોવા મળ્યું. જેનાથી રોકાણકારોને ભારે ઝટકો લાગ્યો છે. MCX પર સોનું લગભગ ૨,૩૦૦ તૂટ્યું અને ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૯૪,૦૦૦ રૂપિયા નજીક આવી ગયો છે. હવે તે પોતાના રેકોર્ડ હાઈથી લગભગ ૫,૦૦૦ રૂપિયા નીચે છે. વૈશ્વિક બજાર એટલે કે કોમેક્સ ઉપર પણ સોનું લગભગ $૬૦ ગગડીને $૩,૨૪૦ નજીક પહોંચી ગયું છે. જે ૨% નો ઘટાડો દર્શાવે છે.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની અધિકૃત વેબસાઈટ IBJARATES.COM મુજબ આજે ૯૯૯ શુદ્ધતાવાળા ૧૦ ગ્રામ સોનાના ભાવમાં ૨,૦૨૩ રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે અને ભાવ ૯૪,૩૯૩ રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે જે લાસ્ટ સેશનમાં ૯૬,૪૧૬ રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદીમાં સામાન્ય તેજી જોવા મળી છે અને ભાવ ૧૯૧ રૂપિયા ચડીને ૯૫,૯૧૭ રૂપિયા પર પહોંચ્યો છે. જે લાસ્ટ સેશનમાં ૯૫,૭૨૬ રૂપિયા પર ક્લોઝ થયો હતો.
અમેરિકા અને ચીન વચ્ચે થયેલી ટ્રેડ ડીલ
આ ભારે કડાકા પાછળ અનેક વૈશ્વિક કારણો જવાબદાર છે. સૌથી મોટું કારણ છે અમેરિકા અને ચીન વચ્ચે થયેલી ટ્રેડ ડીલ. જેણે હજારમાં જોખમની ધારણા બદલી છે. ટ્રેડ ટેન્શન ઘટતા જ રોકાણકારો ઈક્વિટી જેવા જોખમપૂર્ણ એસેટ્સ તરફ પાછા વળ્યા છે. આ ઉપરાંત રશિયા અને યુક્રન વચ્ચે યુદ્ધવિરામની આશા અને ભારત તથા પાકિસ્તાન વચ્ચે સીઝફાયરની જાહેરાતે પણ બજારમાં સ્થિરતાનો સંકેત આપ્યો છે. આવામાં સોનું કે જે સેફ હેવન ગણાય છે તેની ડિમાન્ડમાં ભારે કમી આવી છે.
આ સાથે જ અમેરિકી ડોલરમાં મજબૂતીએ સોનાના ભાવ પર વધારાનું દબાણ નાખ્યું છે. ડોલર મજબૂત થવાથી સામાન્ય રીતે સોનું નબળું થાય છે. કારણ કે તે મોંઘવારીના ભાવ પર ઉપલબ્ધ હોય છે. રોકાણકારો હવે તેજીથી સોનાની જગ્યાએ અન્ય વિકલ્પો પર જઈ શકે છે. જેની અસર ભાવ પર જોવા મળી રહી છે.
બીજી બાજુ ચાંદીના ભાવમાં મિક્સ ચાલ જોવા મળી છે. કોમેક્સ પર ચાંદીના ભાવમાં મજબૂતી જોવા મળી છે અને તે $ ૩૩ પ્રતિ ઔંસ નજીક પહોંચી છે. ગત અઠવાડિયાની વાત કરીએ તો ચાંદીમાં ૩ ટકાથી વધુની તેજી જોવા મળી હતી. અને આ વર્ષે અત્યાર સુધીમાં તે ૧૦ ટકા સુધી ચડી ચૂકી છે. ચાંદીમાં આ પ્રકારના ઉતાર ચડાવ એ વાતનો સંકેત આપે છે કે બજાર તેને હજુ પણ મિક્સ્ડ આઉટલૂકની સાથે જુએ છે.