Last Updated on by Sampurna Samachar
ઈઝરાયલે ઈરાન પર ભીષણ હુમલાની અસર સોના-ચાંદી પર પડી
૧ લાખ ૩ હજાર રૂપિયાના રેકોર્ડ હાઈ પર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈરાન-ઈઝરાયેલ વચ્ચે તણાવના પગલે કોમોડિટી બજારમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને બુલિયનમાં. સોના અને ચાંદીમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. જેનાથી સોનાનો ભાવ ફરીથી એક લાખ ઉપર પહોંચી ગયો છે. ગ્લોબલ માર્કેટમાં સોનું ૫૦ ડોલર ચડ્યું હતુ. તે કોમેક્સ પર ૩૪૪૦ ડોલર પર જોવા મળ્યું.
આ ઓલ ટાઈમ હાઈની નજીક હતું. આ એક મહિનાના હાઈ પર ચાલી રહ્યું છે. સોનું એક અઠવાડિયામાં ૩ ટકાથી વધુ મોંઘુ થયું છે. ઘરેલુ વાયદા બજારમાં પણ તે લગભગ ૨,૦૦૦ રૂપિયાના વધારા સાથે હતું. પહેલીવાર ૧ લાખ ૩ હજાર રૂપિયાના રેકોર્ડ હાઈ પર પહોંચ્યું છે.
૧૦ ગ્રામ સોનાના ભાવમાં તેજી જોવા મળી
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ઓગસ્ટ કોન્ટ્રાક્ટવાળું સોનું ૧૭૭૦ રૂપિયાની તેજી સાથે ૧,૦૦,૧૬૨ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના ભાવ પર ટ્રેડ કરી રહ્યું હતું. ઈન્ટ્રાડેમાં ૧,૦૦,૪૦૩ રૂપિયાના હાઈ પર ગયું હતું. કાલે તે ૯૮,૩૯૨ રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદી આ દરમિયાન ૫૫૭ રૂપિયાની તેજી સાથે ૧,૦૬,૪૪૨ રૂપિયાના વધારા સાથે જોવા મળી. ઈન્ટ્રાડેમાં તે ૧,૦૬,૭૯૯ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હાઈ પર પહોંચી ગઈ. તેનું ક્લોઝિંગ ૧,૦૫,૮૮૫ રૂપિયા પર થયું હતું.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના રેટ્સ જોઈએ તો ૯૯૯ શુદ્ધતાવાળા ૧૦ ગ્રામ સોનાના ભાવમાં ૧,૭૧૫ રૂપિયાની તેજી જોવા મળી અને ભાવ ૯૯,૧૭૦ રૂપિયા પર પહોંચી ગયો. જે કાલે ૯૭,૪૫૫ રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીમાં ૭૪૨ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને ભાવ આજે ૧,૦૬,૨૪૦ રૂપિયાની સપાટીએ છે જે કાલે ૧,૦૫,૪૯૮ રૂપિયા પર ક્લોઝ થયો હતો.