Last Updated on by Sampurna Samachar
ભારતમાં સોનાનો ભાવ ૧૧૭,૦૦૦ ઉપર ટ્રેડ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ સતત વધ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સતત ત્રણ સત્ર સુધી ઓલ-ટાઈમ હાઈ પહોંચ્યા બાદ સપ્તાહના છેલ્લા કારોબારી દિવસના સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. mcx પર ગોલ્ડ ડિસેમ્બર ફ્યુચર્સ ૭૨૨ રૂપિયા એટલે કે ૦.૬૧% ઘટી ૧,૧૬,૮૬૬ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર આવી ગયું. તો સિલ્વર ડિસેમ્બર ફ્યુચર્સ ૨૨૨૦ રૂપિયા તૂટી ૧,૪૨,૫૦૦ રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર પહોંચી ગયું છે.
અમેરિકામાં વ્યાજ દરમાં ઘટાડાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ સતત સાતમા દિવસે વધ્યા છે. તહેવારોની મોસમ દરમિયાન ભારતમાં સોનું રૂ.૧૧૭,૦૦૦ ની ઉપર ટ્રેડ થઈ રહ્યું છે. RBI એ રેપો રેટ ૫.૫% પર યથાવત રાખ્યો હતો. RBI ના ર્નિણય પહેલા, સોનું રૂ.૧૧૭,૩૫૦ પ્રતિ ૧૦ ગ્રામના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયું હતું. હાલમાં, ભારતીય બુલિયન પર સોનું રૂ.૧૧૭,૬૩૦ પ્રતિ ૧૦ ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે.
અમેરિકામાં સોનાની કિંમતોમાં તેજી
આ પહેલા ૨૩ સપ્ટેમ્બરે સોનું ૧,૧૪,૩૬૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું હતું, જ્યારે ૧૫ સપ્ટેમ્બરે તે ૧,૧૦,૦૦૦ રૂપિયા પર વેચાઈ રહ્યું હતું. અમેરિકામાં શટડાઉન શરૂ થયા બાદ સોનાની કિંમતોમાં તેજી જોવા મળી છે. દિલ્હીમાં સોનું ૧,૧૭,૨૧૦ રૂપિયા, મુંબઈમાં ૧૧૭૪૨૦ રૂપિયા, બેંગલુરૂમાં ૧૧૭૫૧૦ રૂપિયા, કોલકત્તામાં ૧૧૭૨૬૦ રૂપિયા અને ચેન્નઈમાં ૧૧૭૭૬૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર વેચાઈ રહ્યું છે. તો ચાંદી ઈન્ડિયન બુલિયન એસોસિએશન પર ૧,૪૪,૬૫૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે.