આદિવાસીઓની જમીન બિન- આદીવાસીએ પચાવી પાડ્યાનો આરોપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંચમહાલમાં ઈચ્છા મૃત્યુની માંગ સાથે આદીવાસી સમાજે ધરણાં કર્યાં છે. પંચમહાલના ગોધરા તાલુકાનાં ૨૦૦ થી વધુ લોકોએ જિલ્લા કલેકટર કચેરી બહાર ધરણા કર્યાં છે. આદિવાસીઓની જમીન બિન- આદીવાસીએ પચાવી પાડ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બિલ્ડરો પર જમીન પચાવી પાડવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
શ્રી સરકાર જમીન આદીવાસી મૂળ માલિકોને પરત કરવા માટે માંગ કરી છે. રજૂઆતને ધ્યાને લઈ યોગ્ય પગલા લેવાની કલેકટરે બાંહેધરી આપી છે. ઈચ્છામૃત્યુ બે પ્રકારના હોય છે. પ્રથમ – સક્રિય ઈચ્છામૃત્યુ અને બીજું નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ. ભારતમાં નિષ્ક્રિય ઈચ્છામૃત્યુની મંજૂરી છે. નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ એ તબીબી સારવારને રોકવા અથવા પાછી ખેંચવાની ક્રિયા છે, જેમ કે વ્યક્તિ કોઈ એવી બીમારીથી પીડાતા હોય જેનો કોઈ ઈલાજ ના હોય તેવા લોકો ઈચ્છામૃત્યુની માંગ કરી શકે છે.