Last Updated on by Sampurna Samachar
યુદ્ધ વચ્ચે સંકટમાં ફસાયેલા બાંગ્લાદેશે અમેરિકાને કરી અપીલ
બાંગ્લાદેશ હાલમાં ઈંધણની ભારે અછત અને વધતા ભાવોનો સામનો કરી રહ્યું છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
બાંગ્લાદેશે દેશમાં સતત વધી રહેલા ઉર્જા સંકટ વચ્ચે અમેરિકા પાસે રશિયન ડીઝલની ખરીદી માટે તેના પરલાગુ પ્રતિબંધોમાં કામચલાઉ છૂટ આપવાની માગ કરી છે. બાંગ્લાદેશે આ છૂટની માગ કરતા ભારતનો હવાલોઆપ્યો છે અને કહ્યું કે, જે રીતે ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાની છૂટ આપવામાં આવી છે, તેવી જ રીતેઅમને પણ છૂટ આપો. બાંગ્લાદેશ હાલમાં ઈંધણની ભારે અછત અને વધતા ભાવોનો સામનો કરી રહ્યું છે.

ઈરાન યુદ્ધ વચ્ચે તેલ અને ગેસના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને અમેરિકાએ ભારતને રશિયન તેલખરીદવા માટે ૩૦ દિવસની કામચલાઉ છૂટ આપી હતી. એક સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે બાંગ્લાદેશેઆ જ છૂટનો હવાલો આપીને અમેરિકાને કહ્યું છે કે, ‘અમને બે મહિનાની માગને પહોંચી વળવા માટે પૂરતાડીઝલની જરૂર છે અને તે અમે રશિયા પાસેથી ખરીદવા માગીએ છીએ.
ઉર્જા મંત્રાલયના અધિકારીઓએ આ જાણકારી આપી
બાંગ્લાદેશે ભારતને આપવામાં આવેલી છૂટ જેવી જ વ્યવસ્થાની માગ કરી છે અને પ્રસ્તાવ મૂક્યો છે કે અમેવધુમાં વધુ ૬ લાખ મેટ્રિક ટન રશિયન ડીઝલ આયાત કરી શકીએ છીએ. ઉર્જા મંત્રાલયના અધિકારીઓએ આ જાણકારી આપી છે.
ઉર્જા અને ખનિજ સંસાધન વિભાગના સંયુક્ત સચિવ મોનીર હુસૈન ચૌધરીએ કહ્યું કે, ‘અમેરિકા સમક્ષ પત્રજમા કરી દેવામાં આવ્યો છે અને અમે હવે જવાબની રાહ જોઈ રહ્યા છીએ.‘બાંગ્લાદેશ પોતાની લગભગ ૯૫% ઊર્જા જરૂરિયાતો માટે આયાત પર ર્નિભર
લગભગ ૧૭.૫ કરોડની વસતી ધરાવતો દેશ બાંગ્લાદેશ પોતાની લગભગ ૯૫% ઊર્જા જરૂરિયાતો માટે આયાતપર ર્નિભર છે. આ અછતને પહોંચી વળવા માટે સરકારી એજન્સીઓ સતત અસ્થિર વૈશ્વિક બજારોનો સહારોલઈ રહી છે. સરકારે ઈંધણ રેશનિંગ પણ લાગુ કર્યું છે, જો કે ઈદના અવસર પર કેટલાક પ્રતિબંધોમાં ઢીલઆપવામાં આવી હતી.
ચૌધરીએ આગળ કહ્યું કે, ‘અમે અમેરિકા, રશિયા, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, અંગોલા અને ઓસ્ટ્રેલિયાસહિત દરેક શક્ય સ્થળેથી ખરીદી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.‘
બાંગ્લાદેશ પોતાના હાલના ભાગીદારો પાસેથી પણ આયાત વધારી રહ્યું છે. બાંગ્લાદેશ પેટ્રોલિયમ કોર્પોરેશનએપ્રિલમાં ભારતની નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ પાસેથી ૪૦,૦૦૦ મેટ્રિક ટન ડીઝલ આયાત કરવા જઈ રહ્યુંછે. આ બાંગ્લાદેશની માર્ચ ખરીદી કરતાં લગભગ બમણી છે.
આ પગલું એવા સમયે ભરવામાં આવ્યું છે જ્યારે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે ચેતવણી આપી છે કે ઈરાનયુદ્ધ ઊર્જા બજારને વધુ ઝટકો આપશે. તેલ પુરવઠામાં વિક્ષેપોના કારણે ઈંધણના ભાવમાં વધારો થઈ રહ્યો છેઅને આયાત પર ર્નિભર દેશો પર ભારે દબાણ પડી રહ્યું છે.
૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા અમેરિકા અને ઈઝરાયલી હુમલાઓ બાદ ઈરાને વૈશ્વિક ઉર્જા સપ્લાય માટેમહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ હોર્મુઝ સ્ટ્રેટને લગભગ ઠપ કરી રાખ્યો છે અને માત્ર થોડા દેશોના જહાજાેને જત્યાંથી પસાર થવાની મંજૂરી છે જેમાં ભારત સામેલ છે.