Last Updated on by Sampurna Samachar
ઘટનામાં કોર્ટે પ્રેમિકાને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો
લગભગ ૭,૫૩,૬૪૩ રૂપિયા ચૂકવવાનો આદેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચીનથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. જ્યાં એક પરિણીત વ્યક્તિનું તેની કથિત પ્રેમિકા સાથે સેક્સ દરમિયાન મોત નિપજ્યું. હવે કોર્ટે આ મહિલાને તેના પરિણીત પ્રેમીના મૃત્યુ બાદ તેના પરિવારને ૬૨,૦૦૦ યુઆન (લગભગ ૭,૫૩,૬૪૩ રૂપિયા) ચૂકવવાનો આદેશ આપ્યો છે. ઝોઉ નામના ૬૬ વર્ષના વ્યક્તિનું મોત તીવ્ર માયોકાર્ડિયલ ઈન્ફ્રક્શન (હ્રદયઘાત) ના કારણે થયું હતું.

આ ઘટના ૧૪ જુલાઈ ૨૦૨૪ના રોજ દક્ષિણી ચીનના ગુઆંગ્શી ઝુઆંગ સ્વાયત્ત વિસ્તારના પિંગનાન કાઉન્ટીમાં એક હોટલમાં ઘટી હતી. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના જણાવ્યાં મુજબ મૃત્યુના કેટલાક કલાક પહેલા ઝોઉએ તેની પ્રેમિકા ઝુઆંગ સાથે હોટલના રૂમમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા.
હોટલને કોઈ દોષિત ઠેરવવામાં આવી નહીં
ઝોઉની પત્ની અને પુત્રએ હોટલ અને ઝુઆંગ પર ઝોઉને બચાવવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવતા કેસ ઠોક્યો હતો. તેમણે ૫,૫૦,૦૦૦ રૂપિયાના વળતરની માંગણી કરી. જેમાં કોર્ટે અંતિમ સંસ્કાર માટે ૭૦,૦૦૦ રૂપિયા જોડ્યા અને કુલ રકમ ૬,૨૦,૦૦૦ રૂપિયા થઈ.
ઝોઉ અને ઝુઆંગ ૧૯૮૦ના દાયકામાં એક કારખાનામાં સહકર્મી હતા અને ૨૦૨૩માં એક પાર્ટીમાં ફરીથી મળ્યા. ૨૪ જુલાઈ ૨૦૨૪ ના રોજ ઝોઉએ એક હોટલમાં ચેકઈન કર્યું અને ઝુઆંગને ત્યાં બોલાવી. ઝુઆંગના જણાવ્યાં મુજબ બંનેએ સેક્સ કર્યું અને પછી સૂઈ ગયા. જ્યારે તે જાગી તો તેણે જાણ્યું કે ઝોઉ શ્વાસ લેતો નથી. ડર અને અનિશ્ચિતતાના કારણે તેણે કોઈ કાર્યવાહી કરી નહીં.
ઝુઆંગને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હતી. આથી તે પહેલા પોતાની દવાઓ લેવા માટે ઘરે ગઈ. હોટલ પર પાછી ફરી તો રૂમનો દરવાજો ખોલી શકી નહીં અને તેણે હોટલના કર્મચારીની મદદ માંગી. રૂમમાં પ્રવેશ કરતા કર્મચારીને ઝોઉ બેભાન અવસ્થામાં જણાયો અને તરત એમ્બ્યુલન્સ બોલાવી. ડોક્ટરો અને પોલીસે પછી પુષ્ટિ કરી કે ઝોઉનું મોત થઈ ચૂક્યું હતું. પોલીસને ખબર પડી કે ઝોઉને પણ હાઈ બ્લડ પ્રેશર હતું અને તે પહેલા સ્ટ્રોકનો ભોગ બની ચૂક્યો હતો.
કોર્ટે ચુકાદો આપ્યો કે ઝોઉનું મોત તેની પહેલેથી રહેલી સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે થયું. આથી પ્રાથમિક જવાબદારી તેની હતી. પ્રેમિકા ઝુઆંગને દ્વિતીય સ્થાનની જવાબદારી અપાઈ કારણ કે તેને ઝોઉની પાછલી બીમારીઓ વિશે કશું ખબર નહતી. કોર્ટે એમ પણ કહ્યું કે ઝુઆંગે રૂમમાંથી નીકળીને પછી એક કલાક બાદ પાછા ફરીને તેને બચાવવાનો સૌથી સારો સમય ગુમાવી દીધો હતો.
આ ઉપરાંત કોર્ટે એમ પણ માન્યું કે ઝુઆંગે એ જાણતા કે ઝોઉ પરિણીત છે તેની સાથે અનૈતિક સંબંધ બનાવ્યા જે જાહેર વ્યવસ્થા અને નૈતિકતા વિરુદ્ધ છે. અંતે કોર્ટે ચુકાદો આપ્યો કે ઝુઆઁગે ઝોઉના પરિવારને ૬૨,૦૦૦ યુઆન વળતર તરીકે આપવાના રહેશે. હોટલને કોઈ દોષિત ઠેરવવામાં આવી નહીં કારણ કે ઝોઉનું મોત રૂમની અંદર થયું હતું જાહેર ક્ષેત્રમાં નહીં. આથી હોટલને કોઈ વળતર ચૂકવવાનો આદેશ અપાયો નહીં.