Last Updated on by Sampurna Samachar
નાયગામના પૂર્વમાં આવેલા નવકાર બિલ્ડિંગમાં બન્યા બનાવ
ઘટનાનો વિડીયો બહાર આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈના વસઈમાં બાળકીનુ બારમા માળેથી પડી જવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ હકીકતમાં વસઈના પૂર્વના નાયગામમાં એક બિલ્ડિંગના ૧૨માં માળેથી ૪ વર્ષની બાળકીનું પડી જવાથી મોત થયું છે. ઘટનાના CCTV સામે આવ્યા છે. મૃતક બાળકીનું નામ અવનિકા પ્રજાપતિ છે અને આ ઘટના નાયગામના પૂર્વમાં આવેલા નવકાર બિલ્ડિંગમાં થયો છે.

હકીકતમાં અનવિકા તેની માતા સાથે ઘરની બહાર જઈ રહી હતી, ત્યારે માતાએ ફ્લેટની બહાર દરવાજા પર રાખેલા ચંપલના કબાટ ઉપર બાળકીને બેસાડી દીધી. વીડિયોમાં જોઈ શકાય છે કે, બારી ખુલ્લી હતી. એ સમયે માતાનું ધ્યાન બીજે ક્યાંક ગયું હતું, ત્યારે બાળકીએ પોતાનું બેલેન્સ ગુમાવ્યું અને ૧૨મા માળેથી બારીમાંથી નીચે પડી ગઈ હતી.
યુવાને બાળકીને બચાવી લીધી
માતાની ચીસો સાંભળીને આસ-પાસના લોકો લોકો બહાર દોડી આવ્યા હતા. ઘરમાંથી એક યુવાન બાળકીને બચાવવા માટે નીચે દોડે છે. ત્યાર બાદ અવનિકાને સારવાર માટે તાત્કાલિક વસઈની સર ડી.એમ. પેટિટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. નાયગાંવ પોલીસે કેસ નોંધી અને વધુ તપાસ શરુ કરી છે.