Last Updated on by Sampurna Samachar
મોટી સંખ્યામાં યુદ્ધ જહાજો તૈનાત કરી દીધા
સેટેલાઇટ તસવીરોમાં થયો ખુલાસો
(સંપૂર્ણ સમાચાર સેવા)
બે વર્ષથી તબાહીનો સામનો કરી રહેલા ગાઝાને હવે શાંતિની આશા જાગી છે. આ અઠવાડિયે પહેલાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રસ્તાવિત ૨૦ સૂત્રના પ્લાનના પહેલાં તબક્કામાં હમાસે સ્વીકૃતિ દર્શાવી છે.
ઈઝરાયલ પ્રમુખ બેન્જામિન નેતન્યાહૂ પહેલાંથી જ ટ્રમ્પના પ્લાન પર સંમતિ વ્યક્ત કરી ચુક્યા છે. આ સાથે જ ગાઝા પટ્ટીમાં હવે હુમલા શાંત થઈ રહ્યા છે અને ત્યાં શાંતિની એક આશા જાગી છે. આ સાથે જ બંને બાજુએથી બંધકોની મુક્તિની પણ આશા છે. પરંતુ, ભારતનો પાડોશી દેશ દુનિયામાં એક ત્રીજી જંગની શરૂઆત કરી રહ્યો હોય તેવું પણ એક ચિત્ર ઊભું થઈ રહ્યું છે.
ચીને યુદ્ધ જહાજો તૈનાત કર્યા
હકીકતમાં, સેટેલાઇટ તસવીરોથી ખુલાસો થયો છે કે, ચીને તાઇવાન સાથે વધતા તણાવની વચ્ચે યાંગ્ત્ઝી નદીના મુખ પાસે મોટી સંખ્યામાં યુદ્ધ જહાજો તૈનાત કરી દીધા છે. એક અહેવાલ અનસાર, ત્યાં ચીનના યુદ્ધ જહાજ અને સબમરિનની તૈનાતીની એક દુર્લભ ઘટના છે. આનાથી ચીન અને તાઇવાન વચ્ચે યુદ્ધની આશંકાઓ તેજ થઈ રહી છે.
અહેવાલમાં કહેવામાં આવ્યું કે, આ બંને સેનાઓ વચ્ચે આ તણાવનું ઉચ્ચતમ સ્તર છે. આટલી મોટી સંખ્યાનાં ચીને યુદ્ધ જહાજો તૈનાત કર્યા તે તાઇવાન પર હુમલાનો સંકેત હોય શકે છે.
ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી નેવીએ પોતાની સૈન્ય શક્તિ સતત વધારી છે. યુદ્ધ જહાજ અને સબમરિનની સંખ્યાના હિસાબે ચીન પાસે દુનિયાની સૌથી મોટી નૌસેના છે. ચીન પાસે ૩૭૦થી વધારે યુદ્ધ જહાજ અને સબમરિન છે. તેમાં લેન્ડિંગ ડૉક જહાજ, હેલિકોપ્ટર વાહક અને વિશેષ લેન્ડિંગ બાર્જ સામેલ છે. બાર્જ વિશે વિશ્લેષકોનું કહેવું છે કે, આ સ્ટ્રેટ અને સમુદ્ર પાર કરીને તાઇવાન પર હુમલો કરી શકે છે.
૬ ઓક્ટોબર, ૨૦૨૫ની સેટેલાઇટ તસવીરોમાં શંઘાઈના યાંગ્ત્ઝી નદીના મુખ પાસે પાસેના મુખ્ય દરિયાઈ લોજિસ્ટિક્સ કેન્દ્રમાં ઘણાં યુદ્ધ જહાજો ઊભેલા જોવા મળ્યા હતા. ઓપન-સોર્સ સંરક્ષણ વિશ્લેષક એમટી એન્ડરસને તેમાં ટાઇપ ૦૭૧ યુઝાઓ-ક્લાસ લેન્ડિંગ પ્લેટફોર્મ ડોકની ઓળખ કરી છે. આ ૨૫,૦૦૦ ટનનું ટ્રાન્સપોર્ટેશન શિપ છે, જે હુમલા દરમિયાન સૈનિકો, બખ્તરબંધ વાહનો અને લેન્ડિંગ ક્રાફ્ટને વિવાદિત કિનારે લઈ જવા માટે સક્ષમ છે.
નોંધનીય છે કે, ચીન તાઇવાનને પોતાનો જ વિસ્તાર કહે છે અને જરૂર પડ્યે બળ પ્રયોગ કરવાની વાત પણ કહી ચુક્યું છે. હાલમાં ચીની સેના મોટા પાયે સૈન્ય અભ્યાસ અને સમુદ્ર પાર કરી લગભગ દરેક દિવસ તાઇવાન પર સૈન્ય વિમાનોની ઉડાનને સંચાલિત કરી તાઇવાન પર દબાણ વધારે છે. તાઇપે અને વોશિંગ્ટન ચીનના આ પગલાંને અસ્થિરતા પેદા કરનારૂ જણાવે છે.