Last Updated on by Sampurna Samachar
ગૌતમ ગંભીરનું ઉલ્લંઘન વધુ ગંભીર નથી
ફોર્ટિસે ગંભીરની ફરિયાદ કરવાની ધમકી આપી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરની ઈંગ્લેન્ડ સામે પાંચમી ટેસ્ટ પહેલા ઓવલની પિચ ક્યુરેટર લી ફોર્ટિસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ફોર્ટિસે ગૌતમ ગંભીરની ફરિયાદ કરવાની ધમકી આપી હતી. જોકે, એ પછી તેમણે કહ્યું હતું કે, તેઓ આ મામલો આગળ નહીં લઈ જાય. પરંતુ હવે સવાલ એ છે કે, જો ફોર્ટિસે ગૌતમ ગંભીર સામે ફરિયાદ કરી હોત તો ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચને શું સજા આપવામાં આવત ? જો ગૌતમ ગંભીર દોષિત ઠર્યા હોત, તો તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવી હોત? આવો તમને જણાવીએ કે આ અંગે ICC ના નિયમ શું છે.
જો ગૌતમ ગંભીર પિચ ક્યુરેટર લી ફોર્ટિસ સાથેના વિવાદના કેસમાં આરોપ સાબિત થાય તો, ICC આચારસંહિતા હેઠળ તેમને સજા થઈ શકે છે. જોકે આ સજા તેમના નિયમ ઉલ્લંઘનની ગંભીરતા પર ર્નિભર કરે છે. નિયમ પ્રમાણે જો ICC ને લાગે કે, ગૌતમ ગંભીરનું ઉલ્લંઘન વધુ ગંભીર નથી, તો તેમને ઔપચારિક ચેતવણી આપીને છોડી શકાય છે.
પ્રેક્ટિસ સેશન દરમિયાન થયો હતો ઝઘડો
પરંતુ જો ICC ને એવુ લાગે કે ગંભીરનું ઉલ્લંઘન વધુ ગંભીર છે, તો તેમની મેચ ફી કાપી શકવામાં આવે છે. ગૌતમ ગંભીરના કિસ્સામાં તેમનો વ્યવહાર આક્રમક હતો અને તેમણે અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો, જેથી તેમના પર દંડ લગાવી શકાય છે. જો ICC ગૌતમ ગંભીરના વર્તનને લેવલ ૨ અથવા લેવલ ૩ પ્રમાણે ઉલ્લંઘન માને છે, તો તેમને એક અથવા વધુ ટેસ્ટ મેચ અથવા વનડે – T૨૦ મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.
ઉપરાંત જો મેચ રેફરી ફોર્ટિસ ECB સમક્ષ ઔપચારિક ફરિયાદ નોંધાવે છે, તો ICC ની શિસ્ત સમિતિ તપાસ કરશે અને ગૌતમ ગંભીર, ફોર્ટિસ અને અન્ય સાક્ષીઓના નિવેદનો લેવામાં આવી શકે છે અને એ પછી જ આ કાર્યવાહી કરવામાં આવશે. ગૌતમ ગંભીર અને લી ફોર્ટિસનો ઝઘડો ઓવલ ખાતે પ્રેક્ટિસ સેશન દરમિયાન થયો હતો.
ભારતીય બેટિંગ કોચ સીતાંશુ કોટકના જણાવ્યા પ્રમાણે ફોર્ટિસે ભારતીય સપોર્ટ સ્ટાફ પર બૂમો પાડીને તેમને ૨.૫ મીટર દૂર રહેવા કહ્યું હતુ. એ પછી ગૌતમ ગંભીર ગુસ્સે થયા હતા. ગૌતમ ગંભીરે ફોર્ટિસને ‘‘just a groundsman’ કહીને અને કથિત રીતે અપશબ્દોનો ઉપયોગ કરીને જવાબ આપ્યો. આ ઉપરાંત એક એવા પણ સમાચાર છે કે, ફોર્ટિસે ઇંગ્લેન્ડના કોચ બ્રેન્ડન મેક્કુલમને પિચ જોવા જવા પર રોક્યા ન હતા, પરંતુ તેમણે ભારતીય સપોર્ટ સ્ટાફ સાથે ખરાબ વર્તન કર્યું હતું. આ સાથે પૂર્વ ભારતીય ખેલાડી ઇરફાન પઠાણ અને આકાશ ચોપરાએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.