Last Updated on by Sampurna Samachar
ઊંઝા વેપારી એસોસિએશનની રજૂઆતના પગલે લેવાયો નિર્ણય
દરરોજ હજારો લોકોની અવરજવર રહે છે ઉંઝા ગંજ બજાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતના ખેડૂતો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઊંઝામાં આવેલું ગંજ બજાર એક સપ્તાહ માટે બંધ રાખવાની જાહેરાત કરાઇ છે. તાજા અપડેટ ઊંઝા APMC ૨૬ માર્ચ થી એપ્રિલ સુધી બંધ રહેશે. માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં APMC બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. વાર્ષિક હિસાબ અને માર્ચ એન્ડિંગને લઈને APMC બંધ રાખવાના ર્નિણય લેવામા આવ્યો છે. APMC માં ૨૬ માર્ચ થી હરાજી અને વેપાર બંધ રહેશે.

મહેસાણા જિલ્લાના ઊંઝામાં આવેલું માર્કેટ યાર્ડ એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ છે. દરરોજ હજારો લોકોની અવરજવર વાળું એશિયાનું આ સૌથી મોટું માર્કેટને આગામી એક સપ્તાહ માટે બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
માર્ચ એન્ડિંગમાં વેપારીઓ કરી શકશે હિસાબો
ઊંઝા APMC દ્વારા ઊંઝા ગંજબજાર ૨૬ માર્ચ, ૨૦૨૫ થી ૧ એપ્રિલ, ૨૦૨૫ સુધી એમ કુલ ૭ દિવસ માટે માર્કેટ યાર્ડ બંધ રહેશે. ઊંઝા APMC દ્વારા કરાયેલી સત્તાવાર જાહેરાત પ્રમાણે માર્ચ એન્ડિંગમાં વેપારીઓને પોતાના હિસાબો કરી શકે તે માટે ઊંઝા માર્કેટયાર્ડ બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે.
ઊંઝા (UNJA) વેપારી એસોસિએશનની રજૂઆતના પગલે ઊંઝા APMC દ્વારા ઊંઝા માર્કેટયાર્ડ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં મોટી સંખ્યામાં દુકાનો છે અને આ દુકાનોમાં હજારો લોકો કામ કરે છે તેમજ ઊંઝા માર્કેટમાં બહારથી કામ અર્થે કે માલ સમાન લેવા મુકવા આવતા બહાર ન રાજ્યના લોકોની પણ અવર જવર ઘટશે. આ ઉપરાંત રોજબરોજની કામગીરી સાથે સંકળાયેલા હજારો કામદારો અને ખેડૂતોની પણ ઊંઝા માર્કેટ યાર્ડમાં ભીડ જામતી હોય છે.