પત્નીના ગેંગરેપના કેસમાં સાક્ષી પતિ જુબાની ન આપે તે માટે બની ઘટના
(સંપૂર્ણ સમાચાર સેવા)
યુપીના મૈનપુરીમાં પત્નીના અપહરણ અને ગેંગરેપના મામલામાં સાક્ષીને જીવતી સળગાવી દેવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. પરિજનોએ કપડાના આધારે મૃતકની ઓળખ કરી હતી. જે બાદ મૃતકના પિતાએ પણ આરોપી વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો છે. હાલ પોલીસે અડધી બળેલી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ શરૂ કરી છે.
સમગ્ર મામલો મૈનપુરીના બિછવાન પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, જ્યાં તાજેતરમાં ખેતરની બાજુમાં અડધી બળેલી લાશ મળી આવી હતી. જ્યારે પોલીસે લાશની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે તે ૪૦ વર્ષીય સાજિદનો મૃતદેહ છે.
પરિવારજનોએ સાજીદના મૃતદેહને કપડાં પરથી ઓળખી કાઢ્યો હતો. તેમનો આરોપ છે કે સાજિદની પત્નીનું અપહરણ કરવામાં આવ્યું હતું, તેને ચાર મહિના સુધી બંધક બનાવીને રાખવામાં આવી હતી અને પછી તેના પર સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ કેસમાં સાજીદ સાક્ષી હતો. કોર્ટમાં જુબાની ન આપે તે માટે આરોપીઓ તેને ધમકી આપતા હતા. આ વાત ન માનતા તેની હત્યા કરી દેવામાં આવી હતી.
આ કિસ્સામાં, મૈનપુરીના અધિક પોલીસ અધિક્ષકે કહ્યું કે બિચુઆ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિની અડધી બળેલી લાશ મળી હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ પોલીસ ટીમે ઘટનાસ્થળે જઈને તપાસ કરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, વ્યક્તિની ઓળખ સાજિદ તરીકે થઈ છે. તે ગાઝિયાબાદમાં નોકરી કરતો હતો. હાલ પરિવારજનો સાથે વાતચીત ચાલી રહી છે. તપાસ ચાલુ છે. ટૂંક સમયમાં આરોપીઓ ઝડપાઈ જશે.’