Last Updated on by Sampurna Samachar
સો રૂપિયાની લૂંટકાંડનો પર્દાફાશ ટીમને મળી વાહવાહી…
પોલીસે ચોરને પકડવા માટે ૧૦ હજારનું ઈનામ કર્યુ હતુ જાહેર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં પોલીસે એક લૂટકાંડનો પર્દાફાશ કર્યો છે. જેના ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરી છે. આ એક્શન પર પોલીસ વિભાગની ટીમને દસ હજારનું ઈનામ આપવામાં આવ્યું છે. પણ જ્યારે લૂંટની રકમની વાત આવી તો સૌ ચોંકી ગયા.
ભારતમાં લગભગ દરરોજ લૂંટકાંડના કેટલાય કિસ્સા સામે આવતા હશે. પણ કરોડોની લૂંટ થાય છે, તો ક્યારેક લાખોની લૂંટ. મોટા ભાગના કેસમાં કોઈ પુરાવા મળતા નથી. અપરાધી પણ પકડાતા નથી. પોલીસે આ અપરાધીઓને પકડવા માટે ઈનામની પણ જાહેરાત કરતી હોય છે. છતાં પણ મોટા ભાગના કેસમાં નિરાશા હાથ લાગે છે. ઘણી વાર અમુક લૂંટકાંડના પર્દાફાશ થઈ જતા હોય છે.
વેપારીના દીકરા સાથે થઇ હતી લૂંટ
4 એપ્રિલના રોજ મુરાદાબાદમાં એક વેપારીના દીકરા સાથે લૂંટ થઈ હતી. તેને બંધક બનાવ્યો હતો. આ મામલામાં પોલીસે આરોપીઓને પકડવા અને લૂંટકાંડને સોલ્વ કરવામાં સફળતા મેળવી છે. આ સિદ્ધિ પર પોલીસ ટીમે દસ હજારનું ઈનામ પણ આપી દીધું.
હવે આપને જણાવીએ કે આખરે લૂંટાયું શું હતું? આ લૂંટકાંડમાં વેપારીના દીકરાની એક સો રૂપિયાની નોટ લૂંટી લઈ ગયા હતા. સાથે જ એક મોબાઈલ છીનવી લીધો હતો. ચાર એપ્રિલના રોજ સિવિલ લાઈન્સના જિગર કોલોનીમાં એક્સપોર્ટર અખ્તર હુસૈનના દીકરા સાથે લૂંટપાટ થઈ હતી. જ્યાં SP સિટી રણવિજયે ટીમ બનાવીને તેની તપાસ શરૂ કરી હતી.
જે મામલાનો પોલીસે પર્દાફાશ કર્યો અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. તેમની પાસેથી લૂંટેલા સો રૂપિયામાંથી સાઠ રૂપિયા અને મોબાઈલ જપ્ત કર્યા હતા. આ લૂંટ ઘરમાં ઘૂસીને કરી હતી. ત્યારબાદ આરોપીઓએ વેપારીના દીકરાને બાથરૂમમાં બંધ કરી ભાગી ગયા હતા. આ ઘટના ચર્ચામાં એટલા માટે આવી છે કેમ કે સો રૂપિયાની લૂંટકાંડનો પર્દાફાશ કરનારી ટીમને પોલીસ તરફથી દસ હજારનું ઈનામ આપવામાં આવ્યું છે. તેથી આ ઘટના ચર્ચામાં આવી છે. જ્યાં કરોડોના લૂંટકાંડનો એક પણ કેસ સોલ્વ થતો નથી. ત્યાં સો રૂપિયા ચોરનારી ટોળકીને પકડીને પોલીસ વાહવાહી સાથે ઈનામ પણ વહેંચી રહી છે.