Last Updated on by Sampurna Samachar
ગેરકાયદે રેતીની હેરફેર અને ખનન અટકાવવા માટે વિવિધ ટીમો બનાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગરમાં રેતી માફિયાઓ સામે ભૂસ્તર વિભાગ દ્વારા સતત કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. ૨ દિવસમાં રેતીની ગેરકાયદે હેરફેર કરતા વધુ ૪ વાહનો પકડીને ૧ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રોજે રોજ વાહનો પકડવામાં આવી રહ્યા છે. ગાંધીનગર જિલ્લા મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીએ ગેરકાયદે રેતીની હેરફેર અને ખનન અટકાવવા માટે વિવિધ ટીમો બનાવી છે.
ભૂસ્તર વિભાગની ટીમોના ચેકીંગ દરમિયાન સાદી રેતી ખનિજના બિનઅધિકૃત વહન કરતા કુલ ૪ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગર જિલ્લાના વલાદ પાસેથી ડમ્પરમાં સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ વગર વહન કરતા તથા વૈષ્ણોદેવી સર્કલ ગાંધીનગર પાસેથી ડમ્પરમાં સાદીરેતી ખનિજના રોયલ્ટી પાસ વગર વહન કરતાં પકડી પાડવામાં આવ્યા છે.
ગાંધીનગર ઉવારસદ, કર્ણાવતી યુનિવર્સીટી પાસેથી ડમ્પરમાં સાદીરેતી ખનીજ રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત વહન કરતા તથા ડમ્પરમાં સાદીરેતી ખનીજ રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત વહન કરતા પકડવામાં આવ્યા છે. એમ કુલ ૪ વાહનો સહિત ૧ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ જપ્ત કરેલા વાહનો- મશીનના માલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો હેઠળ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.