Last Updated on by Sampurna Samachar
ગાંધીનગર–અમદાવાદમાં ૧૭૪ લોકો બોગસ ખેડૂત બની બેઠા
જવાબ રજૂ કર્યો કે, ગાંધીનગર જિલ્લામાં ૬૧ કેસોનો ગણોતધારા આધારે કેસોનો નિકાલકરાયો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમીન હડપ કરવા અને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે ગુજરાતમાં બોગસ ખેડૂત ખાતેદાર બનવાનોસીલસીલો હજુય યથાવત રહ્યો છે. માત્ર પાટનગર ગાંધીનગર અને અમદાવાદમાં જ છેલ્લા બે વર્ષમાં ૧૭૪ જણાંબોગસ ખેડૂત ખાતેદાર બની બેઠાં હોવાનું સરકારે સ્વીકાર્યું છે.

ભ્રષ્ટ સરકારી તંત્રને લીધે બોગસ દસ્તાવેજો આધારે ખેડૂત ખાતેદાર બનવાના કૌભાંડ બહાર આવી રહ્યાં છે. પૂર્વ મંત્રી અને ઈડરના ધારાસભ્ય રમણ વોરાપણ મળતા નામે દસ્તાવેજો રજૂ કરીને ખોટા ખેડૂત બની બેઠાં છે ત્યારે આ વિવાદ છેક દિલ્હી હાઇકોર્ટ સુધીપહોંચ્યો છે.
બોગસ ખેડૂતો મુદ્દે કુલ ૮૯ ફરિયાદો નોંધાઈ
આ મામલે વિધાનસભામાં સવાલ પૂછાતાં સરકારે એવો ખુલાસો કર્યો છે કે, છેલ્લાં બે વર્ષમાંઅમદાવાદ જિલ્લામાં બોગસ ખેડૂતો મુદ્દે કુલ ૮૯ ફરિયાદો નોંધાઈ છે.
વટવામાં ૭, ઘાટલોડિયામાં ૫, વેજલપુરમાં ૪, સાબરમતીમાં ૨, દશક્રોઈમાં ૨૯, સાણંદમાં ૨૫, બાવળામાં ૩, વિરમગામમાં ૧૧, દેત્રોજમાં ૨ અને માંડલમાં ૧ બોગસ ખેડૂત ખાતેદાર મુદ્દે મહેસૂલ વિભાગને ફરિયાદ મળીહતી. આ ઉપરાંત ગાંધીનગરમાં ૪૧, કલોલમાં ૨૭, દહેગામમાં ૧૧ અને માણસામાં ૬ એમ કુલ મળીને ૮૫ફરિયાદો થઈ હતી.
મહેસૂલ વિભાગે જવાબ રજૂ કર્યો કે, ગાંધીનગર જિલ્લામાં ૬૧ કેસોનો ગણોતધારા આધારે કેસોનો નિકાલકરાયો છે જ્યારે હજુ ૨૪ કેસોની સુનાવણી ચાલી રહી છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લામાં ૨૮ કેસોનો નિકાલકરાયો છે જ્યારે ૬૧ કેસોની સુનાવણી ચાલુ છે.