Last Updated on by Sampurna Samachar
૫ જેટલા જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા
આગળની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સોંપાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા શહેરના વ્યસ્ત ન્યાય મંદિર વિસ્તારમાં કુકરીના દાવ સાથે ચાલી રહેલા જુગાર પર PCB પોલીસની ટીમે છાપો માર્યો હતો. પોલીસ આવી પહોંચતા જ જુગારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી, જેમાં સ્થળ પરથી પાંચ ખેલીઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. PCB પોલીસે પકડાયેલા જુગારીઓને આગળની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસ સ્ટેશનને સોંપ્યા છે.

મળતી માહિતી મુજબ,થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે PCB પોલીસની ટીમ સીટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વડોદરા શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં કેટલાક લોકો ભેગા થઈને કૂકરી વડે જુગાર રમી રહ્યા છે.
પોલીસને જોઈને જુગાર રમતાં શખ્સોમાં દોડધામ
જેના આધારે PCB પોલીસની ટીમ દ્વારા બાતમી મુજબના ન્યાય મંદિર વિસ્તારમાં આવેલા સ્થળ ઉપર રેડ કરવામાં આવી હતી. ત્યારે પોલીસને જોઈને જુગાર રમતા શખ્સોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે સ્થળ ઉપરથી પાંચથી ૫ જેટલા જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. PCBની ટીમ દ્વારા આ જુગારીયાઓની અટકાયત કરીને આગળની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.