Last Updated on by Sampurna Samachar
જામતારા ગેંગના બે સાગરીતો મુંબઈથી ઝડપાયા
આ ભાડે રાખેલા ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા, જેથી પોલીસ તપાસમાં મુખ્ય આરોપીઓ સુધીપહોંચતા અટકાવી શકાય.
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે. કુખ્યાત ‘જામતારા ગેંગ‘ સાથે સંકળાયેલા બેઆરોપીઓની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સો લોકોના મોબાઇલમાં RTO ના નામે જાેખમી APK ફાઈલ (એપ્લિકેશન) મોકલીને બેંક ખાતા સાફ કરી નાખતા હતા.

સુરત સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલસર્વેલન્સના આધારે મુંબઈમાં દરોડા પાડીને નિલેશ કલમ્બે,વૈષ્ણવ ડાંગર બે શખ્સોની અટકાયત કરી છે. આબંને આરોપીઓ જામતારા ગેંગના સક્રિય સભ્યો હોવાનું અને ઠગાઈના નેટવર્કમાં મહત્વની ભૂમિકા ભજવતાહોવાનું સામે આવ્યું છે.
કેટલા લોકો ભોગ બન્યા
તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે, પકડાયેલા બંને આરોપીઓ મુખ્ય સૂત્રધારોને પોતાના બેંકખાતા કમિશનથી ભાડે આપતા હતા. ઠગાઈ દ્વારા મેળવેલા નાણાં આ ભાડે રાખેલા ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા, જેથી પોલીસ તપાસમાં મુખ્ય આરોપીઓ સુધી પહોંચતા અટકાવી શકાય.
ઠગ ગેંગદ્વારા લોકોને RTO સંબંધિત કામગીરી કે દંડ ભરવાના નામે એક મેસેજ મોકલવામાં આવતો હતો. આ મેસેજમાં રહેલી APK ફાઈલ ડાઉનલોડ કરતાની સાથે જ મોબાઈલનો સંપૂર્ણ એક્સેસ ઠગ પાસે જતો રહેતો હતો અનેત્યારબાદ ગણતરીની મિનિટોમાં ખાતામાંથી પૈસા ઉપડી જતા હતા.
સુરત પોલીસે આ રેકેટના મુખ્ય સૂત્રધાર (માસ્ટરમાઈન્ડ) ને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કર્યો છે.સાયબર ક્રાઇમ પોલીસ હવે આ ધરપકડ કરાયેલા સાગરીતોની પૂછપરછ કરી રહી છે જેથી ગેંગના અન્યસભ્યો અને અત્યાર સુધીમાં કેટલા લોકો ભોગ બન્યા છે તેની વિગતો મેળવી શકાય.