Last Updated on by Sampurna Samachar
ફ્રાંસમાં ૧ જુલાઈથી જાહેરમાં ધુમ્રપાન પર સંપૂર્ણ પણે પ્રતિબંધ
ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે લેવાયો નિર્ણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
સિગારેટ જેવી વસ્તુઓનું સેવન ધુમ્રપાન કરનારાઓ માટે તો નુકસાનકારક છે જ પરંતુ સાથે સાથે ત્યાં આસપાસ રહેનારા લોકોનું સ્વાસ્થ્ય પણ જાેખમાય છે. સિગારેટનો ધુમાડો ફેફસા, હ્રદય અને શ્વાસ સંલગ્ન બીમારીઓનું મોટું કારણ બને છે.
ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે. આ કારણસર દુનિયાભરમાં સરકારો જાહેર સ્થળો પર ધ્રુમપાન અટકાવવા પર પગલાં ભરી રહી છે. આ જ કડીમાં ફ્રાન્સે પણ હવે આકરું વલણ અપનાવ્યું છે અને ૧ જુલાઈથી જાહેરમાં ધુમ્રપાન પર સંપૂર્ણ પણે પ્રતિબંધ લગાવવાનો કડક ર્નિણય લીધો છે.
અસલાં ફ્રાન્સ સરકારે જાહેરાત કરતા કહ્યું છે કે ૧ જુલાઈથી દેશમાં તમામ જાહેર સ્થળો પર ધુમ્રપાનને સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરવામાં આવશે. સ્વાસ્થ્ય અને પરિવાર મંત્રી કેથરીન વોત્રિને જણાવ્યું કે આ પ્રતિબંધ ખાસ કરીને એવી જગ્યા પર લાગૂ થશે જ્યાં બાળકો આવે છે જેમ કે દરિયા કિનારે, પાર્ક-બસ સ્ટોપ, શાળાઓની બહાર, અને રમતના મેદાન. તેમણે સ્પષ્ટ કહ્યું કે જ્યાં બાળકો હોય ત્યાં તમાકૂને ખતમ કરવું પડશે.
મળતા રિપોર્ટ્સ મુજબ સરકારે કહ્યું કે આ પગલું બાળકોને સ્વચ્છ હવા આપવાના અધિકારની રક્ષા માટે ઉઠાવવામાં આવ્યું છે. ધુમ્રપાનની આઝાદી ત્યાં ખતમ થઈ જાય છે જ્યાં કોઈ બાળકની શ્વાસ લેવાની આઝાદી શરૂ થાય છે. નવા નિયમ હેઠળ જાે કોઈ વ્યક્તિ જાહેર જગ્યાએ ધુમ્રપાન કરતા પકડાય તો તેના પર ૩૫ યુરો એટલે કે લગભગ ૧૫૪ ડોલર સુધીનો દંડ ઠોકવામાં આવશે.જાે કે સરકારે કેટલીક છૂટ પણ આપી છે. કેફે કી ટેરિેસને આ નિયમમાંથી બહાર રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત ઈ સિગારેટ પર આ પ્રતિબંધ લાગૂ થશે નહીં.