Last Updated on by Sampurna Samachar
રજા માણવા ગયેલા પરિવારની કારને આગ લાગતાં બળીને ખાક
એક મિની-ટ્રકે તેમની કારને ટક્કર મારતાં થયો અકસ્માત
(સંપૂર્ણ સમાચાર સેવા)
હૈદરાબાદના એક પરિવારના ચાર સભ્યોનો માર્ગ અકસ્માતમાં બળીને મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. આ આખો પરિવાર અમેરિકામાં રજા માણવા ગયો હતો. આ દરમિયાન એક મિની ટ્રકે તેમની કારને ટક્કર મારી દીધી, જેનાથી કારમાં આગ લાગી ગઈ અને અંદર બેઠેલા તમામ લોકો બળીને ખાક થઈ ગયા.
મળતી માહિતી અનુસાર હૈદરાબાદના રહેવાસી શ્રી વેંકટ, તેમની પત્ની તેજસ્વિની અને તેમના બે બાળકો અમેરિકાના ડલાસમાં રજા માણવા ગયો હતો. જ્યારે તેઓ અટલાંટામાં પોતાના સંબંધીથી મળ્યા બાદ પરત ફરી રહ્યા હતા, ત્યારે રોંગ સાઇડથી આવી રહેલા એક મિની-ટ્રકે તેમની કારને ટક્કર મારી દીધી હતી.
DNA પરીક્ષણ કરવામાં આવ્યા
ટક્કર બાદ કારમાં આગ લાગી ગઈ હતી અને દંપતી અને તેમના બંને બાળકોના મોત થઈ ગયા. મૃતકોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે DNA પરીક્ષણ કરવામાં આવ્યા છે. DNA પરીક્ષણ બાદ મૃતદેહ પરિવારને સોંપાયો હતા.