Last Updated on by Sampurna Samachar
પહેલાં પણ જાહેર કાર્યક્રમોમાં અસ્વસ્થ થઈને બેહોશ થયેલા
નવી દિલ્હી ખાતે AIIMS હોસ્પિટલમાં દાખલ કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવ્યા હતા. જ્યાં તેમને નવી દિલ્હી ખાતે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનમાં દાખલ કરવામાં આવ્યા. અધિકારીઓના જણાવ્યા અનુસાર તેઓ અગાઉ બે વખત બેહોશ થયા હતા, ત્યારબાદ ડૉક્ટર તેમની સ્થિતિ ધ્યાને રાખીને હોસ્પિટલમાં દાખલ કરીને MRI સહિત અન્ય તપાસ કરાવવા માટેની ભલામણ કરી હતી.

મળતી માહિતી મુજબ ધનખડ વોશરૂમ જતા સમયે બે વખત બેહોશ થઈ ગયા હતા. ત્યારબાદ તેઓ નિયમિત તપાસ કરાવવા માટે એઈમ્સ પહોંચ્યા હતા, જોકે ડૉક્ટરે સ્થિતિને જોતા તત્કાલ દાખલ કરવાનો ર્નિણય લીધો હતો. આ પહેલીવાર નથી જ્યારે ધનખડને જાહેર જીવનમાં આવી સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય. ઉપરાષ્ટ્રપતિ રહેવા દરમિયાન પણ તેઓ કચ્છના રણ, ઉત્તરાખંડ, કેરળ અને દિલ્હીમાં અનેક વખત જાહેર કાર્યક્રમો દરમિયાન અસ્વસ્થ થઈને બેહોશ થઈ ચૂક્યા છે.
તત્કાલ પ્રભાવથી પોતાની જવાબદારી છોડી
ઉલ્લેખનીય છે કે, જગદીપ ધનખડે ગત્ત વર્ષે ૨૧ જુલાઇના રોજ પોતાની ખરાબ તબિયતનો હવાલો ટાંકતા ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે પોતાના રાજીનામા અંગે સ્પષ્ટતા કરી હતી કે, હવે તેમની પ્રાથમિકતા સ્વાસ્થ છે અને તેઓ ડોક્ટરની સલાહનું ગંભીરતાથી પાલન થઈ શકે તે માટે તત્કાલ પ્રભાવથી પોતાની જવાબદારી છોડી રહ્યા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મોકલેલા પોતાના રાજીનામા અને અધિકારીક પત્રમાં ધનખડે ઉલ્લેખ કર્યો હતો કે, ‘સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા તથા ડોક્ટર્સની સલાહનું પાલન કરવા માટે હું સંવિધાનના અનુચ્છેદ ૬૭(એ) અંતર્ગત ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી મારુ રાજીનામું આપું છું.