Last Updated on by Sampurna Samachar
બિહારમાં રામ-લક્ષ્મણની જોડી છે PM મોદી અને CM નિતિશકુમાર
અશ્વિની ચૌબેએ નિતીશ કુમારને લઇ માંગણી કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહાર વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નિવેદનબાજી વધતી જઈ રહી છે. આ દરમિયાન ભાજપથી નારાજ ચાલતા પાર્ટીના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ નીતિશ કુમાર અંગે એક મોટી માંગ કરતાં ભાજપને વિચારતો કરી દીધો છે.
તેમણે નીતિશ કુમારને કેન્દ્ર સરકારમાં મોટી જવાબદારી સોંપવાની માંગ કરી છે. અશ્વિની ચૌબેએ કહ્યું કે દેશના PM મોદી છે, બિહારમાં રામ-લક્ષ્મણની જોડી છે. નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી છે અને તેમને હવે ૨૦ વર્ષ થઈ ચૂક્યા છે. CM તરીકે એટલે નીતિશ કુમારનો હોદ્દો હવે CM કરતાં પણ મોટો થઈ ગયો છે.
બિહારની પ્રજાને નીતિશ કુમારનો ચહેરો પસંદ
અશ્વિની ચૌબેએ કહ્યું કે નીતિશ કુમાર અને મોદીની જોડી દેશને દિશા આપી રહી છે. NDA નું લક્ષ્ય બિહારમાં ૨૦૨૫ની ચૂંટણી જીતવાનું છે અને મને લાગે છે કે બિહારની ઇચ્છા છે કે નીતિશ કુમારને દેશના ઉપ વડાપ્રધાન બનાવી દેવા જોઈએ.
જેડીયુ નેતા અભિષેક ઝાએ પણ કહ્યું કે બધાને બોલવાની આઝાદી છે. અશ્વિની ચૌબેએ તેમના મનની વાત કરી છે પણ બિહારની પ્રજાને નીતિશ કુમારનો ચહેરો પસંદ છે. તેમણે બિહારના લોકોની સેવા કરી છે. બિહારની પ્રજા ફરી નીતિશ કુમારના ચહેરા પર વોટિંગ કરે અને બિહાર ચૂંટણીમાં NDA નું નેતૃત્વ નીતિશ કુમાર જ કરશે.